ફરિયાદ:ભેસ્તાનમાં એક પ્લોટ બે લોકોને વેચી ઠગાઇ કરનાર 5 સામે ગુનો

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્લોટ ધારકે જમીન વેચવા કાઢતા આરોપીઓનો ભાંડો ફૂટ્યો

ભેસ્તાનમાં એક જ પ્લોટ બે લોકોને વેચીને છેતરપિંડી કરનારા પાંચ આરોપીઓ સામે સચિન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્લોટધારકે જમીન વેચવા કાઢતા આરોપીઓનો ભાંડો ફૂટ્યો હતો.

સચિન પોલીસના જણાવ્યા મુજબ મૂળ બિહારનો સંજય દ્વારીકા ચૌધરી હાલ પાલનપુર જકાતનાકા પાસે ગિરધરનગરમાં રહે છે. સંજય કલર કામ કરીને પરિવારનું ભરણ પોષણ કરે છે. 2012માં તેણે આરોપીઓ સુરેન્દ્રસિંગ બૈજનાથ રાજપુત અને સલીમ બિજનોરી પાસેથી બે પ્લોટ ખરીદ્યા હતા. બંને પ્લોટ પેટે 5 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. તેની કબજા રસીદ પણ બનાવી આપી હતી. કોરોના કાળમાં રૂપિયાની જરૂરત પડતા સંજયે તે પ્લોટ વેચવા કાઢ્યા હતા. તેથી લોકો તે પ્લોટ જોવા જતા ત્યારે ત્યાં આરોપી નાસીર શેખ પ્લોટ જોવા આવનારાઓને ધમકી આપતો હતો.

સંજયે તપાસ કરતા ખબર પડી કે 2016માં આરોપીઓએ ભેગા મળીને આ જ પ્લોટનું બીજા કોઇને પણ વેચાણ કર્યું છે. સંજયે આરોપીઓ સુરેન્દ્રસિંગ સલીમ બિજનોરી,નાસીર શેખ અને તેમને મદદ કરનારાઓ રાજુ કચરાભાઈ રાઠોડ અને બાબુભાઈ સુખાભાઈ વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...