તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Crime Against 5 Taporis For Not Wearing Masks, Not Even Paying Fines, Melee With Health Team In Mota Varachha, Two Workers Injured

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોજદારી ગુનો:માસ્ક નહીં પહેરીએ, દંડ પણ નહીં ભરીએ કહેનાર 5 ટપોરી સામે ગુનો, મોટા વરાછામાં હેલ્થ ટીમ સાથે ઝપાઝપી, બે કર્મીને ઈજા

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મોટા વરાછામાં માસ્કનો દંડ ભરવા મુદ્દે નાયબ આરોગ્ય અધિકારી ડો. અજીત ભટ્ટ સહિતની ટીમ સાથે 5 લોકોએ ધક્કામુક્કી કરી થાય તે કરી લેવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ 5 સામે પાલિકાએ પોલીસ ફરિયાદ કરી છે. શુક્રવારે સવારે 11 વાગ્યે વરાછા એ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો.અજીત.પી.ભટ્ટ, ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર, સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતની ટીમો દંડની કામગીરીમાં જોડાઇ હતી. જેમાં મોટા વરાછા મારૂતિ ચોક સ્થિત સ્વામી નારાયણ મંદિર સામે ધારા આર્કેડમાં દુકાન નંબર 103માં ચેકિંગ માટે ગઇ હતી. જ્યાં પાંચ યુવકો માસ્ક પહેર્યા વગર જ બેઠાં હતા. જેથી ડો.એ.પી.ભટ્ટે તમે લોકોએ માસ્ક કેમ નથી પહેર્યા? તમારે પાંચ હજાર દંડ ભરવો પડશે એમ જણાવાયું હતું.

જેથી દંડની રકમ ભરવા મુદ્દે પાંચેય યુવકોએ ડો.એ.પી.ભટ્ટ સાથે ઝપાઝપી કરી હતી અને તેમનો તથા તેમની સાથેના સ્ટાફને ધક્કા મારી ઓફિસની બહાર કાઢ્યા હતા. જેમાં બે કર્મચારીને હાથના ભાગે ઇજા પણ પહોંચી હતી. એટલું જ નહીં યુવાનોએ જે થાય તે કરી લેવાની ધમકી પણ આપી હતી. આ મામલે અમરોલી પોલીસે પાલિકાની ટીમ સાથે માથાકૂટ કરી ધમકી આપનાર આકાશ તુષારભાઇ રોય (ઉ.વ ૨૬) (રહે-નં.33 મોમાઇ નગર રાજ ગાર્ડન પાસે, નાના વરાછા), મનન નિલેશભાઇ ધામેલીયા (ઉ.વ.૨૧ રહે-૬૩ તાપી દર્શન સૌસાયટી નાના વરાછા), જેનીશા વિનુભાઇ ઇટાલીયા (ઉ.વ.૧૯) (રહે-ફ્લેટ નં. ૨૦૩ /બી પનવેલ ઍવન્યુ પનવેલ પોઇન્ટ પાછળ મોટા વરાછા), વિશેષ તુષારભાઇ રોય (ઉં.વ.૧૬) (રહે-નં.33 મોમાઈ નગર રાજ ગાર્ડન પાસે, નાના વરાછા), યુવી શાંતીલાલ ઉકાણી (ઉ.વ.૨૨) (રહે-જી.૧ શક્તિકૃપા સોસાયટી, લક્ષ્મી હોટલ વરાછા) સામે સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો