તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જાહેરનામું છતાં જીમ ચાલુ રાખતા 5 જણા સામે ગુનો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જીમ ચાલુ રાખી ગ્રાહકોને બોલાવતા AV ફીટનેસના સંચાલક સહિતનાની ધરપકડ

કોરોનાની મહામારીને લઈ શહેરમાં મોટેભાગના ધંધાઓ બંધ રાખવા પાલિકા અને પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમ છતાં વેસુ વીઆઈપી રોડ પર એ.વી.ફીટનેસ જીમમાં શુક્રવારે સવારે લોકો કસરત કરવા માટે આવ્યા હતા. જેમાં કેટલાક લોકોએ તો માસ્ક પણ પહેર્યું ન હતું.

જેના કારણે પોલીસે દંડની કાર્યવાહી કરી હતી. સાથે જ ઉમરા પોલીસ એ.વી.ફીટનેસના સંચાલક તેમજ 4 જીમ ટ્રેઇનરોને પકડી પોલીસ સ્ટેશને લઈ આવી હતી. પોલીસે જીમના સંચાલક રાજેશ પ્રવિણ કાબરાવાલા(48), ટ્રેઇનર આનંદ દૌલત ચૌધરી(બન્ને રહે, વાસ્તુલેખ રેસીડન્સી, અડાજણ-પાલ), સ્નેહીલ સંજય મકુવાલા (રહે, કુવાવાડી,નાનપુરા), સજેશ ચંદ્રભાનું (રહે, સુરમ્ય એપાર્ટ, ઉમરા) અને અંકિત રશ્મીકાંત ગજીવાલા(રહે, સરીતાસાગર, અડાજણ)ની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી હતી.

સ્થાનિક ચૂંટણી બાદ સંક્રમણ વધતા મનપા તંત્રએ પગલા ભરવાનું શરૂ કર્યું હતું. એકતરફ લોકડાઉનનો કપરો સમય પુરો કર્યા બાદ માંડ માંડ શરૂ થયેલા શહેરના જીમ પાલિકાએ ગત માર્ચના એન્ડિંગમાં કોરોનાને કારણે બંધ કરવાની સૂચના આપી હતી. જેને કારણે જીમ સંચાલકોએ પાલિકા કચેરીને બહાર પ્રદર્શનો કરી જીમ શરૂ કરવા પાલિકામાં આવેદનપત્ર આપ્યું હતું..

અન્ય સમાચારો પણ છે...