ક્રાઇમ:ઝાંપાબજારમાં ખંડણી મુદ્દે મહિલા સહિત 3 સામે ગુનો

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિલકત ન તોડાવા માટે 7 લાખ માંગ્યા હતા

શહેરના ઝાંપાબજાર સૈફી મહોલ્લામાં વેપારીની મિલકતના ફોટા પાડી તોડવા માટે પાલિકામાં મહિલા સહિત 3 જણાએ અરજી કરી હતી. પછી મિલકત ન તોડવા માટે 7 લાખની ખંડણીની માંગણી કરી હતી. વેપારીએ 51 હજારની રકમ ટોકન પેટે આપી બાકીની રકમ ન આપતા મિલકતનું બાંધકામ પાલિકા દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું.

આથી વેપારી વાહેદ તાહેર કાચવાલાએ નવેમ્બર-21માં મહીધરપુરા પોલીસમાં મહિલા સહિત 3 વિરુધ્ધ અરજી કરી હતી. અરજી બાબતે વેપારીએ તમામ પુરાવા પોલીસને આપ્યા છતાં પોલીસે ગુનો નોંધ્યો ન હતો. છેવટે વેપારીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. આથી મહિધરપુરા પોલીસે વેપારીની ફરિયાદ લઈ એમકેસ દાખલ કર્યો હતો. પોલીસે દાખલ કરેલા એમકેસમાં ઝહેરા સાયકલવાલા, અમીત બખીયા અને મુર્તુઝા મામા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...