કાર્યવાહી:કાર જપ્તીનો દમ મારીને 2500 પડાવી લેનારા પોલીસકર્મી સહિત 3 સામે ગુનો

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેલ્જિયમ સ્કેવર પાસે કારચાલકને રોકીને તોડ કરતાં ભેરવાયા
  • નાણાં પોતાના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યાં હતાં

સ્ટેશન વિસ્તારમાં આવેલા બેલ્જીયમ સ્કેવર પાસે ઇકો કારના ચાલકને અટકાવી કારનો ખોટી રીતે ઉપયોગ કરો છો કહીને કાર જપ્ત કરવાનો ડર બતાવી રૂ.2500 પડાવી લેનાર પોલીસ કોન્સ્ટેબલ સહીત 3 જણા સામે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાય છે.પોલીસે આ તોડની રકમ ઓનલાઇન લીધી હતી. સચિન પારડી ખાતે આવેલી શીવ દ્રષ્ટિ રેસીડેન્સીમાં રહેતા હર્ષલ સોની(22) સચિન જીઆઈડીસીમાં આવેલી એસપી થ્રી ટેક્નોલો ખાતે સ્ટોર હેન્ડલીંગની નોકરી કરે છે.

30 એપ્રિલે હર્ષલ સહકર્મી વિશાલ બડગુજર સાથે કંપનીની ઈકો કારમાં પ્રિન્ટર સ્કેનરના બોક્સ લઈને દિલ્હી ગેટની કંપનીમાં કામ અર્થે જતા હતા. ત્યારે બેલ્જીયમ સ્કેવર પાસે પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ રોહિદાસ પાટીલ અને અન્ય 3 જણાએ કારને આંતરીને કહ્યું કે, સામાન લઇ જવાની પરવાનગી નથી તમારી કાર જપ્ત કરાશે. જો કાર્યવાહી કરવી ન હોય તો રૂ.5 હજાર આપો. હર્ષલે પૈસા ન હોવાનું કહેતા પ્રકાશની સાથે રહેલા શખ્સે ઓનલાઇન કેટલા રૂપિયા છે એમ કહીને તેના મોબાઇલમાં ચેક કરતા રૂ.2600 બતાવ્યા હતા. જેથી ટોળકીએ રૂ.2500 ઓનલાઇન પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવીને ત્યાંથી ચાલી ગયા હતા. જેથી હર્ષલે પોલીસ કર્મી સહિત 3 સામે ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...