તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામાન્ય સભામાં હોબાળો:એપેડેમિક એક્ટના ભંગ બદલ આપના 19 નગરસેવકો સહિત 28 નેતાઓ સામે ગુનો

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
બોર્ડમાં બહુમતિના જોરે વિપક્ષના સુધારા ઉડાવ્યા, બજેટ સહિતના કામો મંજુર - Divya Bhaskar
બોર્ડમાં બહુમતિના જોરે વિપક્ષના સુધારા ઉડાવ્યા, બજેટ સહિતના કામો મંજુર
 • STMની લીઝ 99 વર્ષ, મહાવીર એસો. ની પેઇડ FSI મુદ્દે વિરોધ
 • મહિલા કોર્પોરેટર સાથે પોલીસની ઝપાઝપી, બેને ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયા

પાલિકામાં વિપક્ષે શાસકોના નિર્ણયોની ટિકા કરી ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સતત ચાર કલાક પાલિકા સંકુલમાં નારેબાજી ચાલી સિક્યુરિટી ગાર્ડ પોલીસની એન્ટ્રી સાથે વિપક્ષ વચ્ચે ઘમાસાણ સર્જાઇ ગયું હતું. એસટીએમ માર્કેટની લીઝ 99 વર્ષ વધારી દેવાઈ, મહાવીર એસો.ની 6 કરોડ પેઇડ એફએસઆઈ ની માફી જેવી નિર્ણયો સામે વિરોધ થાય તે ડરે બજેટની સામાન્ય સભા ઓન લાઈન કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.

વિપક્ષે મુકેલા ત્રણેય સુધારાઓને શાસકોએ બહૂમતિના જોરે ઉડાવી દીધા હતાં અને બજેટ સહિતના કામો મંજૂર કરી સભા આટોપી લેવાઈ હતી. બીજી તરફ એપેડેમિક એક્ટના ભંગ બદલ આપના 19 નગરસેવકો સહિત 28 નેતાઓ સામે ગુનો નોંધાયો હતો.

મહિલા કોર્પોરેટરને ભીંસી દેવાતા ઘમસાણ સર્જાયું
વિપક્ષી મહિલા કોર્પોરેટરો પણ રૂમ નંબર 88 માં ચાલતી સાધારણ સભા બહાર અન્ય સભ્યો સાથે વિરોધમાં જોડાઈ હતી. ત્યારે સભામાં જવાના તેમના રાઇટ અંગે સિક્યોરિટી ગાર્ડ સાથે ધક્કામૂક્કી થતાં મહિલા કોર્પોરેટરોને ભીંસી દેવાતાં વિરોધ વધુ વકર્યો હતો. કોર્પોરેટર મહેશ અણઘણ બેહોશ થયા હતાં અને ડો.રૂપારેલીયા અને દિપ્તી સાકરીયાને ઈજા થતાં સ્મીમેર ખસેડાયા હતાં.

6 કરોડની પેઇડ FSI પણ માંડવાળ કરવાથી નુકશાન
​​​​​​​વેસુ ખાતે 4096 ચો.મી. વાળી જગ્યા કેન્સર હોસ્પિટલ હેતુસર બિલ્ડીંગના બાંધકામ સહિતના પ્લાન પાલિકામાં રજુ થયા છે. ત્યારે આ મહાવીર હેલ્થ એન્ડ રીલીફ સોસાયટીની કામગીરીને ધ્યાને લઈ કેન્સર હોસ્પિટલના આયોજન માટે ભરપાઇ કરવા પાત્ર પેઇડ એફએસઆઈના રૂપિયા 6.24 કરોડના નાણા માફ કરવા પણ ઠરાવ કરી દેવામાં આવ્યો છે. આ અંગે પણ વિપક્ષે ભારે વિરોધ કર્યો છે અને શહેરમાં ઘણી સંસ્થાઓ છે તેઓ સેવાકાર્યો કરે છે ત્યારે આ મનસ્વી નિર્ણય પાલિકાને ચૂનો ચોપડવા સમાન જ છે. તેમ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો