ફેનિલને સજા-એ-મોત:ગ્રીષ્માના કાકીએ રડતાં-રડતાં કહ્યું- અમારી ગ્રીષ્માને ન્યાય મળ્યો, માતા તો કંઈ બોલી જ ન શક્યાં

સુરત24 દિવસ પહેલા
  • સુરતની જનતા, ગૃહ રાજ્યમંત્રી, પોલીસનો ગ્રીષ્માના પરિવારજનોએ ન્યાય અપાવતા આભાર માન્યો

સુરતના ચકચારી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. કોર્ટમાં ગ્રીષ્માનો પરિવાર પણ હાજર રહ્યો હતો. ફેનિલને ફાંસીની સજા જાહેર થતા પરિવાર રડી પડ્યો હતો. આ સાથે જ પરિવારજનોની ફાંસીની માગ પણ પૂર્ણ થતા સપોર્ટ કરનાર સુરતની જનતા, ગૃહ રાજ્યમંત્રી, રાજ્ય સરકાર અને પોલીસની જવાનોનો આભાર માન્યો હતો. જ્યારે ગ્રીષ્માના કાકી રાધિકાએ જણાવ્યું હતું કે, અમારી ગ્રીષ્માને ન્યાય મળ્યો. જોકે, માતા ગ્રીષ્માને યાદ કરી રડી પડ્યા હતા અને એક પણ શબ્દ બોલી શક્યા ન હતા.

કોર્ટમાં ગ્રીષ્માનો પરિવાર રડી પડ્યો
પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આજે ચુકાદા પહેલા કોર્ટમાં પહોંચેલા ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર કે અફસોસ દેખાયો ન હતો. કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માના પરિવારજનો હાજર હતા. જજ વિમલ કે. વ્યાસે ગ્રીષ્માની હત્યાનું વર્ણન અને નિઃસહાય હાલત અંગે કહેતા જ પરિવાર કોર્ટમાં રડવા લાગ્યો હતો. જ્યારે ફેનિલને ફાંસીની સજા થતા મદદ કરનારા તમામ લોકોનો આભાર માન્યો હતો.

ગ્રીષ્માને ન્યાયથી પરિવારને સંતોષ.
ગ્રીષ્માને ન્યાયથી પરિવારને સંતોષ.

ગ્રીષ્માના પિતાએ શું કહ્યું?
કોર્ટના ચુકાદા અંગે ગ્રીષ્માના પિતા નંદલાલ વેકરિયાએ જણાવ્યું હતું કે, કોર્ટના ચૂકાદાથી મને સંતોષ છે. આ રીતે સમાજમાં સારો દાખલો બેસે છે. આખરે મારી પૂત્રીને ન્યાય મળ્યો છે. મને આશા હતી તે પ્રમાણે મારી દીકરીને ન્યાય મળ્યો છે. પોલીસકર્મીઓ, વકીલ, હર્ષભાઇ સંઘવી, આપણા મુખ્યમંત્રી પટેલ, પ્રફુલભાઇ પાંચસુરિયાના સાથ સહકારથી આજે મારી દીકરીને જ નહીં પરંતુ મારા દેશની દીકરીને ન્યાય મળ્યો છે.

પરિવારે ફેનિલને ફાંસીની જ માગ કરી હતી.
પરિવારે ફેનિલને ફાંસીની જ માગ કરી હતી.

ગ્રીષ્માના કાકીએ શું કહ્યું?
સજા મળી છે તે પરિવારને આશ્વાસન મળે તેવી સજા મળી છે. જેથી ગુજરાતની જ નહીં પરંતુ દેશની કોઇપણ બહેન દીકરીની સાથે આવું ન બને તે માટે આવી સજા યોગ્ય છે. આજે અમારી ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. આ સજાથી હવે કોઈ પણ આવું કૃત્ય કરતા અચકાશે.

ફેનિલે ગ્રીષ્માની જાહેરમાં ગળું કાપી હત્યા કરી હતા.
ફેનિલે ગ્રીષ્માની જાહેરમાં ગળું કાપી હત્યા કરી હતા.

સજા સાંભળીને પરિવારને સંતોષ
ગ્રીષ્માના અન્ય પરિવારજને કહ્યુ કે, આજે અમને સજા સાંભળીને સંતોષ છે. અમને લાગી રહ્યુ છે કે, સત્યનો જય થયો છે. અમને વિશ્વાસ હતો કે, હંમેશા સત્યનો જય થશે. આજે અમારી ગ્રીષ્માને ન્યાય મળ્યો છે જેનાથી અમને સંતોષ છે. અમે અમારી દીકરી ખોઇ છે તેનું અમને ઘણું દુખ થયું છે. પરંતુ આજના ન્યાયથી અમને સંતોષ છે.

અન્ય સમાચારો પણ છે...