તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળ ક્રિકેટરની બોલબાલા:સુરતી બાળકના હેલિકોપ્ટર શોટથી દંગ રહી ગયા ક્રિકેટર આકાશ ચોપરા, કોમેન્ટ્રી કરતાં કહ્યું- એકાદ શોટ તો જમીન પર માર

સુરત9 દિવસ પહેલા
સાત વર્ષનો તનય ભલભલા ક્રિકેટરોને પોતાના કાંડાના કૌવતથી પ્રભાવિત કરી રહ્યો છે.
  • બાળકની અદભૂત બેટિંગ પર કોમેન્ટ્રી આપી આકાશ ચોપરાએ વીડિયો બનાવ્યો

ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની તેના હેલિકોપ્ટર શોટ માટે જાણીતા છે. ત્યારે ધોનીનું જાણે નાનું બાળ સ્વરૂપ સુરતમાં હોય તેમ 7 વર્ષનો તનય જૈન હેલિકોપ્ટર શોટ લગાવવામાં માહિર થઈ ગયો છે. એક પછી એક બોલ પર હેલિકોપ્ટર શોટથી સિક્સર ફટકારતો હોવાનું સામે આવ્યું છે. તનય જૈનની બેટિંગથી પૂર્વ ક્રિકેટર અને હાલમાં કોમેન્ટ્રી કરતાં આકાશ ચોપરા ભારે પ્રભાવિત થઈ ગયા છે. આકાશ ચોપરાએ તનયની બેટિંગ પર કોમેન્ટ્રી કરતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે. જેમાં આકાશ ચોપરા બોલે છે કે, દરેક બોલ પર હેલિકોપ્ટર શોટ મારે છે એકાદ શોટ તો જમીન પર જવા દે પરંતુ નહીં આ નાનો ક્રિકેટર તો બધા જ બોલને સ્ટેડિયમ બહાર મોકલી રહ્યો છે.

તનય મોટો થઈને વર્લ્ડ કપ લાવે તેવી પરિવારે ઈચ્છા વ્યક્ત કરી છે.
તનય મોટો થઈને વર્લ્ડ કપ લાવે તેવી પરિવારે ઈચ્છા વ્યક્ત કરી છે.

તનયની બેટિંગ પર ક્રિકેટરો ફિદા
માત્ર 7 વર્ષની ઉંમરમાં તને ધોની જેમ ક્રિકેટના અનેક દાવપેચ જાણનાર ખેલાડી બની ગયો છે અને હવે દેશભરમાં પ્રખ્યાત પણ થઇ ગયો છે, જે આકાશ ચોપડા મોટા ક્રિકેટરો અને ખાસ કરીને ધોનીના શોટ પર કોમેન્ટ્રી કરતા જોવા મળતા હતા. તેઓ પોતાને સુરતના તનયની કાબિલિયત જોઈ તેની માટે કોમેન્ટ્રી કરતા રોકી શક્યા નહતા અને નાની ઉંમરે ક્રિકેટમાં રૂચિ રાખનાર અને પીચ પર બેટથી ધમાલ મચાવનાર તને માત્ર એક વર્ષથી એકેડમીમાં ક્રિકેટ પ્રેક્ટિસ કરી રહ્યો છે, પરંતુ હાલ તેની ક્રિકેટ પ્રત્યેની રુચિ જોઈ મોટા મોટા ક્રિકેટરો પણ વાહવાહી કરી રહ્યા છે.

તનયની રમતથી પરિવાર પણ તેને સપોર્ટ કરી રહ્યું છે.
તનયની રમતથી પરિવાર પણ તેને સપોર્ટ કરી રહ્યું છે.

રોજ પાંચ કલાક પ્રેક્ટિસ કરે છે
તનય જૈને જણાવ્યું હતું કે, તે 5 કલાક સુધી ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે અને 2 કલાક ભણે છે. તેને હેલિકોપ્ટર શોટ ખૂબ જ ગમે છે, પરંતુ તે મોટો થઈને વિરાટ કોહલી બનવા માગે છે. ભારત માટે ક્રિકેટ રમવા ઈચ્છે છે અને તેના પિતા જિનેશ જૈને જણાવ્યું હતું કે, જ્યારે તે 4 વર્ષનો હતો ત્યારથી જ તેને ક્રિકેટમાં ખૂબ જ રસ હતો તે ક્રિકેટને ખૂબ જ પ્રેમ કરે છે, પરંતુ ઉંમરમાં નાનો હોવાના કારણે ત્યારે તેને ક્રિકેટમાં મૂક્યો નહોતો. હાલ જયારે કોરોનાના કારણે શાળાઓ બંધ હતી ત્યારે તેને ક્રિકેટમાં રસ હોવાના કારણે તેને ક્રિકેટ એકેડેમીમાં દાખલ કરવામાં આવ્યો છે. દેશના પ્રખ્યાત કોમેન્ટેટર જ્યારે તેની પ્રશંસા કરે ત્યારે તેઓને ખૂબ જ ખુશી થાય છે. અમે ઈચ્છીએ છીએ કે તે મોટો થઈ ભારત માટે રમેં અને વર્લ્ડ કપ લાવે.

તનયની રમત એકદમ સહજ હોવાનું કોચ કહી રહ્યાં છે.
તનયની રમત એકદમ સહજ હોવાનું કોચ કહી રહ્યાં છે.

દરેક શોટ સહેલાઈથી રમે છે-કોચ
તનયના કોચ સન્ની સિંહે જણાવ્યું હતું કે, તનયમાં ક્રિકેટ પ્રત્યે જુસ્સો છે. આજ કારણ છે કે અમે તેના માતાપિતાને જણાવ્યું હતું કે, તેને કોઈ પણ ઝડપથી દૂર રાખવામાં આવે છે. આથી તેનું ધ્યાન તેના લક્ષ્ય ઉપર રહે અમે જે પણ તેને પ્રેક્ટિસ કરવા કરીએ છીએ તે ખૂબ જ સારી રીતે કરતો હોય છે. આજના બાળકો કે જે તરફ આકર્ષિત થાય છે પરંતુ તેને ક્રિકેટમાં પ્રેમ ધરાવે છે આ જ કારણ છે કે ક્રિકેટ રમવામાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે હવે તનયને મિસ્ટર 360 ડિગ્રી બોલાવીએ છે તે કોઈપણ શોટ સહેલાઈથી રમી શકે છે .