તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CCTV:સુરતના પાંડેસરામાં ક્રિકેટના ઝઘડામાં મારામારી, પાડોશીએ દીકરી-દીકરાને બચાવવા આવેલી માતાને પણ ફટકારી

સુરત2 મહિનો પહેલા
લાકડીથી પાડોશી દ્વારા હુમલો કરવામાં આવ્યો.
  • ભાઈ-બહેનને લાકડી વડે માર મારવામાં આવ્યો
  • મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ

સુરત શહેરના પાંડેસરા-વડોદની એક સોસાયટીમાં બે પાડોશીઓ વચ્ચે મારામારીની ઘટનાના સીસીટીવી સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. ક્રિકેટ રમવા બાબતે ના પાડતા પાડોશીએ પિતાને ફોન કરી મિત્રો વડે પાડોશીની જ જાહેરમાં ધુલાઈ કરી નાખી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ આ હુમલામાં દીકરીને બચાવવા પડેલી માતાને પણ માર મરાયો હોવાનું સામે આવ્યું છે.

ભાઈ-બહેનને બચાવવા આવેલી માતા પર પણ હુમલો કરાયો.
ભાઈ-બહેનને બચાવવા આવેલી માતા પર પણ હુમલો કરાયો.

પાડોશીએ મિત્રોને બોલાવી હુમલો કર્યો
સુશીલાબેન બંસીભાઈ કલાલ (ઉ.વ. 40, રહે. સાઈ મોહન સોસાયટી વડોદ ગામ પાંડેસરા) એ જણાવ્યું હતું કે ઘર બહાર સોસાયટીના બાળકો ક્રિકેટ રમતા હતા. દડો ઘરની બારી અને વાહનો પર અથડાતો હતો. બસ આ વાતને લઈ બાળકોને ક્રિકેટ થોડી દૂર રમવા માટે કહ્યું એટલે પાડોશીના છોકરાએ પિતાને ફોન કરીને ઝઘડો થયો હોવાની ખોટી જાણ કરી દીધી હતી. ગુસ્સામાં લાલચોળ થઈને આવેલા પિતાએ પુત્રની વાતમાં આવી એના મિત્રોને બોલાવ્યા અને અમારી ઉપર હુમલો કરી દીધો હતો.

પાડોશીએ મિત્રોને બોલાવી પરિવાર પર હુમલો કર્યો.
પાડોશીએ મિત્રોને બોલાવી પરિવાર પર હુમલો કર્યો.

બચાવવા આવેલી માતા પર પણ હુમલો કર્યો
વધુમાં જણાવ્યું હતું કે, આ બાબતે અમે સતત સમજાવતા રહ્યા પણ પાડોશી સમજવા તૈયાર જ ન હતા. લાકડી લઈ મારા પુત્ર કમલેશ બાદ પુત્રી પાયલ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ બચાવવા દોડી તો મારી ઉપર તૂટી પડ્યા હતા. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. અમે પોલીસ ફરિયાદ પણ કરી છે.