વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ અભ્યાસક્રમોમાં ક્રેડિટ સિસ્ટમ દાખલ કરવાનો નિર્ણય એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યો છે. બીએ, બીકોમ, એમએ અને એમકોમના અભ્યાસક્રમો માટે ક્રેડિટ નક્કી કરવા માટેની જવાબદારી આર્ટસ અને કોમર્સ વિદ્યાશાખાનો ડીનને સોંપવામાં આવી છે.
નર્મદ યુનિવર્સિટીની બુધવારે યોજાયેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કેટલાક મહત્વના િનર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં યુનિવર્સિટીમાં ચાલતા એક્સટર્નલ કોર્સમાં ક્રેડિટ સિસ્ટમ અમલી કરવા પર ચર્ચા વિચારણા કર્યા બાદ બીએ, બીકોમ, એમએ અને એમ.કોમ. એક્સટર્નલ કોર્સમાં ક્રેડિટ સિસ્ટમ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ક્રેડિટ સિસ્ટમ દાખલ કરવાની જવાબદારી આર્ટસ અને કોમર્સ વિદ્યાશાખાના ડીનને સોંપવામાં આવી છે. ડીન દ્વારા વિષય પ્રમાણે ક્રેડિટ નક્કી કરવામાં આવશે.
જૂના કોર્સ પ્રમાણે પરીક્ષા લીધી હવે મંુઝવણ
ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી વિભાગમાં સેમેસ્ટર 3 અને 5માંં પ્રોફેસરે ભુલમાં જૂનો કોર્સ ભણાવ્યો હતો. યુનિવર્સિટીએ આ જ કોર્સ મુજબ પરીક્ષા લીધી હતી. આ પ્રકરણમાં નિર્ણય લેવા માટે ડીનનો અભિપ્રાય મંગાવાયો છે. બીએસસી બાયોટેક્નોલોજીના સેમેસ્ટર 3 અને 5માં રિટન એન્ડ સ્પોકન કોમ્યુનિકેશન વિષયમાં ભુલથી પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓને જૂનો અભ્યાસક્રમ ભણાવ્યો હતો. કો-ઓર્ડિનેટરે કુલપતિને જાણ કરતા તે મુજબ તા.12 નવેમ્બર અને 9 નવેમ્બરે પરીક્ષા લેવાય હતી. આ મામલો એસીમાં આવતા વિજ્ઞાન વિદ્યાશાખાના ડિનને અભ્યાસ કરીને અભિપ્રાય આપવા જણાવ્યું છે. સીએનો અભ્યાસ પૂર્ણ કરનારે પીજીમાં પ્રવેશ મુદ્દે ચર્ચા કર્યા બાદ શુ કરવું એ માટે યુજીસી પાસે અભિપ્રાય માંગવાનો નિર્ણય કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.