તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગતવર્ષની સરખામણીમાં આ વર્ષે સ્ટીલના ભાવમાં 47 ટકા અને સિમેન્ટની કિંમતમાં 28 ટકાનો વધારો કરાયો છે, જેને લઇને બિલ્ડરો હવે આક્રમક મૂડમાં છે. આ કૃત્રિમ ભાવ વધારાનો વિરોધ કરવા સુરત ક્રેડાઈ સહિત, ગુજરાત ક્રેડાઈ પણ હડતાળમાં જોડાશે. શુક્રવારે કલેક્ટરને આવેદન આપી ક્રેડાઈ ભાવ વધારાનો વિરોધ કરાશે. ભાવ વધારાને કારણે એક સ્ક્વેર ફૂટ બાંધકામના ખર્ચમાં રૂ.250નો સરેરાશ વધારો થયો છે. ભાવવધારાના લીધે શહેરના 25 બિલ્ડરો દ્વારા નવા બુકિંગ અટકાવી દેવાયા છે. રો-મટિરિયલના રોજ બદલાતા ભાવના લીધે બિલ્ડરો મકાનોની કિંમત નક્કી કરી શકતા નથી.
આવેદનની સાથે રાજ્યભરના બિલ્ડરો ઓફિસ અને પ્રોજેક્ટ સાઈટ બંધ રાખશે. તેમને સપોર્ટ કરવા માટે કોન્ટ્રાક્ટર એસો પણ એક દિવસ કામથી અળગું રહેશે. સરકારી કામ કરતા 600 કૉન્ટ્રાક્ટરો 12મી ફેબ્રુઆરીએ હડતાળ પાડશે.સુરત ક્રેડાઈના ચેરમેન સુરેશ પટેલે છે કે, કોરોનામાં પ્રોડક્શન બંધ રહ્યું તે નુકસાની ભરપાઈ કરવા કંપનીઓ ભાવવધારો કરી રહી છે. આ રીતે સ્ટીલ-સિમેન્ટના ભાવ વધશે તો વડાપ્રધાનના એફોર્ડેબલ હાઉસિંગનું સપનું પણ પૂરું નહીં કરી શકાશે.
કાર્ટેલ રચીને કૃત્રિમ ભાવવધારો ઝીંકાયો છે
દેશભરમાં સૌથી વધુ 6 કરોડથી વધુ લોકો ખેતી બાદ બાંધકામ ઉદ્યોગમાં રોજગારી મેળવે છે. છતાં આ ઉદ્યોગ પ્રત્યે કોઈ ધ્યાન આપી રહ્યું નથી. સ્ટીલ અને સિમેન્ટ કંપનીઓએ કાર્ટેલ રચીને કૃત્રિમ ભાવવધારો ઝીંક્યો છે, જેના લીધે બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સને બાંધકામ ખર્ચ મોંઘો પડી રહ્યો છે. સરકાર મધ્યસ્થી કરી કંપનીઓ પર ભાવઘટાડાનું દબાણ લાવે તે હેતુથી આવતીકાલે સુરતના 250 અને સમસ્ત ગુજરાતના 2000 બાંધકામ પ્રોજેક્ટ પર કામકાજ બંધ રહેશે. - રવજી પટેલ, પ્રમુખ,ક્રેડાઈ સુરત
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.