શાળામાં પરીક્ષા પૂર્ણ થઇ ગયા બાદ હવે સમર વેકેશનની રજા જાહેર થતી હોય છે. આ દિવસો દરમિયાન વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકનો અભ્યાસ નથી કરતા પરંતુ તેઓ ઈત્તર પ્રવૃત્તિઓમાં જોડાઈ અને પોતાની સર્જનાત્મક શક્તિને વધારે તે હેતુથી અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓને અલગ-અલગ પ્રવૃત્તિઓમાં કાર્યરત રાખવામાં આવી રહ્યા છે.
412 બાળકોએ ભાગ લીધો
બાળકો વેકેશનને મન મૂકીને માણે, બાળકોની મનપસંદ સહઅભ્યાસિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ પ્રત્યે પોતાની રુચિ જળવાયેલી રહે, બાળકોની કુતુહલતા અને જિજ્ઞાસાવૃત્તિ સંતોષાય, બાળકોમાં એકતા, સહકાર, સમૂહભાવના, ખેલદિલી, ધીરજ જેવા ગુણોનો વિકાસ થાય, બાળકોમાં કોઠાસૂઝ વિકસે, શાળા સાથેનું જોડાણ જળવાઈ રહે અને બાળકો વધુ કાર્યદક્ષ બને તેવા હેતુસર અદાણી ફાઉન્ડેશન દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ સંદર્ભે ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાઓમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં બાળકોને અક્ષર સુધારણા (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી), ઓરીગામી, સમૂહ વાંચન, પપેટ બનાવવા, અંક અને ઘડિયા લેખન, હાથરૂમાલ અને ટીશર્ટ પેન્ટિંગ, શબ્દ રમતો, પેપર બેગ, ગ્રીટિંગ્સ કાર્ડ બનાવવા જેવી વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી રહી છે. હજીરા કાંઠા વિસ્તારના આઠ ગામના ધોરણ 4 થી 8 ધોરણના કુલ 412 બાળકો ખૂબ ઉત્સાહભેર સમર કેમ્પમાં ભાગ લઇ રહ્યા છે.
પ્રદર્શન ગોઠવાશે
કેમ્પમાં ભાગ લઈ રહેલા બાળકો ઉત્થાન સહાયક પાસેથી વિવિધ પ્રવૃતિ શીખી રહ્યા છે. આ સમર કેમ્પ પૂર્ણ થશે ત્યારે બાળકો દ્વારા તૈયાર થયેલ નમૂનાઓનું પ્રદર્શન ગોઠવાશે. જેથી બાળકોમાં સર્જનાત્મક વૃત્તિને પ્રોત્સાહન મળે અને તેમનામાં આત્મવિશ્વાસ કેળવાય તે હેતુથી આયોજન કરવામાં આવશે. પ્રદર્શનમા બી.આર. કૉ-ઓર્ડીનેટર સી.આર.સી., શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, સરપંચઓ બહોળા પ્રમાણમાં વાલીઓએ આમંત્રિત કરાશે જેથી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.