તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રમતની સાથે ભણતર:વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે એ માટે 105થી વધુ ઓનલાઈન ગેમ્સ બનાવી

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ શિક્ષકોની મદદ વગર સ્વમૂંલ્યાંકન કરી શકે છે

સુરતના શિક્ષક આશિષ પટેલે ધો- 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે રમત સાથે ભણતર પણ થઈ શકે તે માટે 105થી વધુ ઓનલાઈન શૈક્ષણિક ગેમ્સ બનાવી છે. જેને સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમ દ્વારા પહોંચાડવામાં આવી રહી છે. અત્યારે એક દિવસમાં આશરે 700 જેટલા વિદ્યાર્થીઓ રમે છે. તેમજ અત્યાર સુધી દરેક ગેમ 80 હજારથી વધારે વાર રમાઈ ચુકી છે.

આ જે દરેક બાળકો મોબાઈલ તેમજ કમ્પ્યુટર પર વિવિધ ગેમ્સ રમીને વધુ પડતો સમય વ્યતીત કરતાં હોય છે. જેનાથી તેમનો ઈન્ટરનેટ અને મોબાઈલનો વપરાશ વધી ગયો છે. આ સમસ્યા દરેક ઘરમાં ઊભી થઈ ગઈ છે. તેથી મને વિચાર આવ્યો કે બાળકો આ ગેમ રમે તેના કરતા એ જ રીતે અને એવા જ પ્રકારની શૈક્ષણિક ગેમ રમે તો ગેમ સાથે તેમની સ્કીલ પણ ડેવલોપ થાય. કારણકે અત્યારની અન્ય ગેમથી ફક્ત સમય બગડે છે. જેથી હાલમાં કોરોનાકાળમાં વિદ્યાર્થીઓ ઘરમાં રહી પોતાના વિવિધ વિષયોમાં રસપૂર્વક અને રમતા-રમતા પુનરાવર્તન કરે તે હેતુથી ફક્ત 18 જ દિવસમાં ગેમ્સ બનાવી. અને એન્ટરટેઈનમેન્ટ સાથે ભણતર શરૂ રહે. - આશિષ પટેલ, શિક્ષક

વિદ્યાર્થીને ફાયદો
વિદ્યાર્થી અંગ્રેજીના દરેક યુનિટ પ્રમાણે વિવિધ ગેમ રમી શકે છે. એક ગેમ એકથી વધારે વખત વિદ્યાર્થી રમી શકે છે. અને કોઈપણ ગેમ્સ રમી શકે છે.દરેક શિક્ષકોને આ ગેમ્સ આપવામાં આવી છે તેથી શિક્ષકો બે-ત્રણ ગેમ વિદ્યાર્થીઓને એસાઈમેન્ટના રૂપે પણ આપી શકે છે. અને શિક્ષકો તેનો ઉપયોગ કરી વિદ્યાર્થીનું મૂલ્યાંકન પણ કરી શકે છે. તેમજ વિદ્યાર્થીઓ જાતે પણ શિક્ષકોની મદદ વગર સ્વમૂલ્યાંકન કરી શકે છે. કારણકે તેમાં દરેક ગેમ્સમાં લેવલ અને લાઈફ સાથે સ્કોર પણ આપવામાં આવે છે. તેમજ અન્ય વિદ્યાર્થીએ કરેલા હાઈ સ્કોર પણ નામ સાથે ગેમમાં જોઈ શકે છે. જેના માટે એક સ્કોરબોર્ડ આપેલું હોય છે. જો વિદ્યાર્થી અમુક નક્કી સમયમાં જો લેવલ પાર કરે તો તેને વધુ પોઈન્ટ પણ મળે છે. વિદ્યાર્થી એકબીજાને ચેલેન્જ પણ આપી શકે છે. તેથી વિદ્યાર્થી સ્પર્ધા કરવાના હેતુથી પણ સારો સ્કોર કરે. સ્કોરબોર્ડ પછી ગેમમાં કયાં એરર આવી કયાં ભૂલ છે એ પણ બતાવવામાં આવે છે. અને અંતે ગેમનું સમગ્ર એસેસમેન્ટ આવી જાય છે.

આ પ્રકારની ગેમ્સ
ગેમ્સમાં ધોરણ-9 અને 10 ના અંગ્રેજી વિષયની સંપૂર્ણ શબ્દભંડોળની રમતો સામેલ કરવામાં આવેલ છે. બંને ધોરણના અંગ્રેજીના દરેક પાઠના સ્વાધ્યાયની ગેમ્સ તૈયાર કરવામાં આવી છે. જેના નામ મેઝ ચેસ, મેચ અપ, ગેમશો ક્વિઝ, બલુન પોપ, એરપ્લેન, હેંગમેન, મીસીંગ વર્ડ વગેરે. આ ગેમમાં વીડીયો ગેમની જેમ લેવલ , લાઈફ , હાઈ સ્કોર જેવા ફીચર્સ હોય છે.

અન્ય સમાચારો પણ છે...