તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રદર્શન:દોરાને બદલે વાળથી શર્ટ પર સ્ટિચ કરી યુનિક સેલ્ફ પોટ્રેટ તૈયાર કર્યું

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સ્કલ્પચર - Divya Bhaskar
સ્કલ્પચર
 • ઘોડદોડ રોડ ખાતે 20 આર્ટિસ્ટોનું યુનિક આર્ટવર્કનું પ્રદર્શન યોજાયું

25થી 27 ડિસેમ્બર દરમિયાન શહેરના ઘોડદોડ રોડ ખાતે યુનિક આર્ટવર્કનું પ્રદર્શન “હિસ્સા, બી અ પાર્ટ ઓફ આર્ટ’ યોજવામાં આવ્યું હતું. જેમાં શહેરના 20 આર્ટિસ્ટોએ લોકડાઉનમાં કરેલા આર્ટ વર્કનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં આર્ટિસ્ટોએ કન્ટેમ્પરરી આર્ટ(સમકાલીન કલા), ટેક્સચર ડિઝાઈન, સ્કલ્પચર જેવા આર્ટ રજુ કર્યા હતા.

herd સ્કલ્પચર
વ્યકિત હંમેશા વધુ મેળવવાની લાલચ કરે છે જેમાં તે વિચારતો પણ નથી કે તે ફાયદાકારક છે કે નહીં. અને આ કલ્ચર આપણા જીવનનો એક સહજ ભાગ બની ગયો છે. વ્યકિત અનિવાર્ય રૂપે ભૌતિક દુનિયાના આકર્ષણના ચક્રવ્યૂહમાં ફરતો રહે છે. દરિયામાં રહેતું એનિમોન જાનવર પણ આ જ પ્રકારે અપીલ કરે છે એટલે તેના જેવું સ્કલ્પચર બનાવ્યું છે. આ સ્કલ્પચરમાં કપડા, સિલિકોન ફાઇબર અને વાયરનો ઉપયોગ કર્યો છે. આ સ્કલ્પચર તૈયાર કરતા 3 મહિનાનો સમય લાગ્યો હતો. - તાન્ઝિમ, આર્ટિસ્ટ

વાળનો ઉપયોગ કરીને કપડાં પર સ્ટિચ કર્યા છે
વાળનો ઉપયોગ કરીને કપડાં પર સ્ટિચ કર્યા છે

સેલ્ફ પોટ્રેટ
કપડા હંમેશા મારા માટે જિજ્ઞાસાનો વિષય રહ્યો છે. કારણ કે કપડાના આધારે સમાજ જે તે વ્યકિતનું આંકલન કરતો હોય છે. એટલે મેં મારી જાતને જ સમાજ સમક્ષ પોટ્રેટ કરવા માટે દોરાને બદલે મેં મારા જ વાળનો ઉપયોગ કરીને કપડાં પર સ્ટિચ કર્યા છે. ઘણી વખત એવું થતું કે વાળને સ્ટિચ કરતી વખતે વાળ તૂટી જતાં તેમજ ગુંચ થઈ જતી જેના કારણે વધુ સમય લાગી જતો હતો. - વિદ્યા ચૌહાણ, આર્ટિસ્ટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો