તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સોશિયલ મીડિયા પર વરાછાની યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી બીભત્સ ફોટા મૂક્યા

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવતીની ફોઇને પણ ગંદા ફોટો-મેસેજ મોકલ્યા, ગુનો દાખલ

નાના વરાછા વિસ્તારમાં રહેતી યુવતીનું અજાણ્યાએ સોશિયલ મીડિયા પર બોગસ એકાઉન્ટ બનાવીને તેમાં યુવતીનો મોર્ફ કરેલો બીભત્સ ફોટો અને બીભત્સ મેસેજ લખીને માસીયાઈ ભાઈ અને ફોઈને મોકલ્યો હતો.સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા અનુસાર નાના વરાછા વિસ્તારમાં રહેતી 22 વર્ષિય માધુરી( નામ બદલ્યું છે). માધુરીનું સોશિયલ મીડિયા પર એકાઉન્ટ છે. અજાણ્યાએ સોશિયલ મીડિયા પર માધુરીના નામે અન્ય એકાઉન્ટ બનાવીને તેમાં પ્રોફાઈલમાં માધુરીને ફોટો મુકી બીભત્સ મેસેજ કર્યા હતા. તેમાં માધુરીનો મોર્ફ કરેલો બીભત્સ ફોટો પણ પોસ્ટ કર્યો હતો.

ઉપરાંત અજાણ્યાએ માધુરીની ફોઈને પણ આવી રીતે તેનો મોર્ફ કરેલો બીભત્સ ફોટો અને મેસેજ પોસ્ટ કર્યા હતા. માધુરીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. તેના આધારે પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો