તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોત:સુરતના પાંડેસરામાં ડાઈંગ મિલમાં કારીગરનું બોઇલર મશીનનું ઢાંકણ ખોલતાની સાથે જ પ્રેશરથી ફેંકાઈ જતા મોત

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુવાન(ફાઈલ તસવીર)નું મોત થતા સાથી કામદારો એકઠાં થયા. - Divya Bhaskar
યુવાન(ફાઈલ તસવીર)નું મોત થતા સાથી કામદારો એકઠાં થયા.
  • કનિષ્કા ડાઈંગ મિલમાં ઘટના બની

સુરતના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારની એક ડાઈંગ મિલમાં કારીગરનું બોઇલર મશીનનું ઢાંકણ ખોલતાની સાથે જ પ્રેશરથી ફેંકાઈ જતા મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. કનિષ્કા ડાઈંગ મિલમાં બનેલી આ ઘટના બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોતાના સાથી કર્મચારી મનીષ નામના મોત બાદ અન્ય કર્મચારીઓ ભેગા થઈ ગયા હતા. મૃતક મનીષ યુપીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ઘટના સ્થળે જ યુવાનનું મોત નીપજ્યું
રજનીશ પટેલ (મૃતકનો નાનોભાઈ) એ જણાવ્યું હતું કે તેઓ મૂળ મધ્ય પ્રદેશ ના રહેવાસી છે અને 7 ભાઈ-બહેન અને માતા-પિતા સાથે રહીએ છે. સતીષ 25 વર્ષથી આ કંપનીમાં બોઇલર મશીન પર ઓપરેટર તરીકે કામ કરતો હતો. આજે સવાર પાળીમાં ગયા બાદ અકસ્માત થયો હોવાની જાણકારી મળી હતી. ઘટના સ્થળે જ સતિષનું મોત નીપજ્યું હતું.

મૃતક પર જ પરિવારના 10 જણાનું ગુજરાન ચાલતું હતું
વધુમાં જણાવ્યું હતું કે, બોઇલર મશીનમાં ડોક્યું કરવા જતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ બાદ પોલીસ દોડીને આવી ગઈ હતી. મૃતક સતીષ। પર જ પરિવારના 10 જણાનું ગુજરાન ચાલતું હતું. પાંડેસરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો