નિર્ણય:સીઆર પુત્ર જિજ્ઞેશનો સેનેટ લડવાનો ઇન્કાર

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ABVPએ બપોરે દોઢ વાગે જિજ્ઞેશના નામ સાથે યાદી જાહેર કરી ને સાંજે 6 વાગ્યે જિજ્ઞેશે ઇનકાર કરી દીધો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની 14 ઓગસ્ટે યોજાનારી સેનેટની ચૂંટણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની પુત્ર જિજ્ઞેશ ઉમેદવારી કરવાના હોવાનું એબીવીપીએ બપોરે દોઢ વાગે યાદી જાહેર કર્યા બાદ નાટકીય રીતે જિજ્ઞેશ પાટીલે સાંજે 6 વાગ્યે ચૂંટણી લવડાનો ઇન્કાર કરી દીધો હતો.

આ ચૂંટણી માટે એબીવીપી, એનએસયુઆ, આપની વિદ્યાર્થી પાંખ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કુલ ૩૨ બેઠક માટે યોજાનારી ચૂંટણીમાં વિવિધ અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાશાખાના મતદાર વિભાગ માટેના ઉમેદવારો માટે સોમવારે એબીવીપી દ્વારા ઉમેદાવારોની યાદી જાહેર કરાઈ હતી.

હવે આ ઉમેદવારો લડશે

ફેકલ્ટીઉમેદવાર
કોમર્સપ્રદ્યુમન જરીવાલા
આર્ટસકનુ ભરવાડ
એજ્યુકેશનભાર્ગવ રાજગુરૂ
કોમ્પ્યુ.સાયન્સગણપત ઘામેલિયા
મેનેજમેન્ટદિશાંત વાગરેચા
સાયન્સઅમિત નાથાણી
બીઆરએસભાવિન પટેલ
આર્કિટેક્ટ

ભુવનેશ માંગરોલીયા

હામિયોપેથીસતિષ પટેલ
મેડિકલચેતન પટેલ
દાતાકશ્યપ ખરચીયા
અન્ય સમાચારો પણ છે...