તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપનું શક્તિ પ્રદર્શન:સુરતમાં પાટીદારોના ગઢ સરથાણાથી લઈને પરવત પાટીયા સુધી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો રોડ-શો, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું

સુરત12 દિવસ પહેલા
રોડ-શોમાં સીઆર પાટીલની ગાડીમાં જ સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું, પાટીલનું માસ્ક પણ નાક નીચે હતું.
  • રેલી પાટીદાર બહુમતિવાળા વિવિધ વિસ્તારોના આઠ વોર્ડમાં ફરીને પરવત પાટીયા ખાતે સમાપ્ત થશે

સુરત શહેરમાં સંપૂર્ણ રીતે રાજકીય રંગ છવાઈ ગયો છે. તમામ રાજકીય પાર્ટીઓ પોતાની તાકાત લગાવી રહ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા આજે રોડ શોનું આયોજન પાટીદારોના ગઢ સમા સરથાણાના શ્યામધામ મંદિરથી લઈને પરવત પાટીયા સુધી કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બાઈક અને કાર લઈને રેલીમાં જોડાયા હતા. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું હોવાનું નજરે પડી રહ્યું છે.

ડેમેજ કંટ્રોલ માટે સીઆર પાટીલે પોતે રેલી યોજી
રેલીમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, આરોગ્ય રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી, શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અલગ-અલગ વોર્ડમાં આ બાઈક રેલી ફરી હતી. આપ નેતા મનોજ સિસોદિયા દ્વારા આજ વિસ્તારમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરના પાટીદાર યુવાનો મોટી સંખ્યામાં તેમની સાથે જોડાયા હતા. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં આપ તરફનું વાતાવરણ ધીરે ધીરે બનવાનું શરૂ થઈ ગયું છે. તેના ડેમેજ કંટ્રોલ માટે સીઆર પાટીલે પોતે આ વિસ્તારની અંદર રેલીનું આયોજન કર્યું છે.

રોડ-શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ બાઈક સાથે જોડાયા.
રોડ-શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ બાઈક સાથે જોડાયા.

રોડ-શોમાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન
ભારતીય જનતા પાર્ટી સત્તાના નશામાં તમામ નીતિ-નિયમો નેવે મૂકી રહી છે. વિશેષ કરીને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા કોરોનાની ગાઈડલાઈન હોય કે ટ્રાફિક નિયમ હોય તમામનું ઉલ્લંઘન કરતાં જોવા મળ્યા છે. રોડ-શોની અંદર જોડાયેલા બાઇકચાલકો હેલ્મેટ વગર પોતાનું વાહન ચલાવતા જોવા મળ્યા હતા. રેલીમાં હાજર લોકોમાંથી મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યો ન હતું અને સોશિયલ ડિસ્ટન્સ પણ ભૂલાયું છે. તેમના વલણને કારણે સામાન્ય લોકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય પ્રજાને હેલ્મેટ અને માસ્ક વગર મસમોટો દંડ ટ્રાફિક વિભાગ દ્વારા વસૂલવામાં આવે છે ત્યારે આવા નેતાઓ સામે કેમ કોઈ પગલાં નથી લેવાતા.

રોડ-શોના કારણે કેટલીક જગ્યાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા.
રોડ-શોના કારણે કેટલીક જગ્યાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા.

આ વિસ્તારોમાં રેલી ફરશે
સુરત કામરેજ રોડ પર શ્યામધામ મંદિરથી રેલી શરૂ થઈ ત્યારબાદ વરાછા મેઈન રોડ, હીરા બાગ સર્કલ, પુર્વી સોસાયટી, ઈન્દીરા નગર ચાર રસ્તા, ધરમનગર રોડ, જેરામ નગર ચાર રસ્તા, વલ્લભાચાર્ય રોડ, સરસ્વતી સર્કલ, મીની બજાર, સરદાર પ્રતિમા, શ્યામનગર મેઈન રોડ, લંબે હનુમાન રોડ, માતાવાડી, લાભેશ્વર ચોક, ઈશ્વર કૃપા સોસા., રેણુકા ભવન, સીતાનગર ચોક, બુટ ભવાની, કારગીલ ચોક, પુણા ગામ, સીતાનગર ચોક, રેશ્મા રો હાઉસ, બીઆરટીએસ રોડ, આઈ માતાચોક, કબુતર સર્કલ, પરવટ ગામ, પ્રિયંકા ટાઉનશીપ, પરવટ પાટિયા ખાતે સમાપન થશે.

પાટીદાર વિસ્તાર ગણાતા આઠ વોર્ડમાં રોડ-શો ફરશે.
પાટીદાર વિસ્તાર ગણાતા આઠ વોર્ડમાં રોડ-શો ફરશે.

લાલખાન પઠાણ આપ પાર્ટીનાં પ્રચારમાં જોડાયા તો એક મંત્રીનું પણ રાજીનામું
પાલિકાની ચૂંટણીમાં ટિકીટ વહેંચણીને લઇ કોંગ્રેસમાં હજીયે નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ કમિટીના મંત્રી ગુલાબરાવ વરસાવે રાજીનામું આપી દીધું છે. તેઓ સંખ્યાબંધ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાઇ ગયા છે. બીજી તરફ કોંગ્રેસના ઉપપ્રમુખ લાલખાન પઠાણ આપ પાર્ટીના ઉમેદવાર માટે મત માગતા જાહેરમાં દેખાયા છે. ટિકીટ નહીં મળતાં તેઓ હવે કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાને જ હરાવવા માટે મેદાનમાં ઉતર્યા છે.

ચૂંટણીમાં જોતરાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ મતદાન સુવિધા
રવિવારે યોજાનારી ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ મતદારો મતદાનથી વંચીત ન રહે એટલા માટે પોસ્ટલ બેલેટની સુવિધા આપવામાં આવે છે. આ ચૂંટણીમાં ફરજ બજાવતા 20000 જેટલા કર્મચારીઓને પોસ્ટલ બેલેટ રિટર્ન કવર સાથે મોકલી આપવામાં આવ્યા છે. જે મારફતે કર્મચારીઓ પોતાનો ગુપ્ત મતદાન આપી શકશે. મતદાન પૂર્ણ થાય એ પહેલા પોસ્ટલ બેલેટ તેમણે નિર્ધારિત રિટર્નિંગ ઓફિસર સુધી પહોંચતા કરવાના રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો