કોરોના રસીકરણ:આજે બે દિવસ બાદ સેન્ટરો ઉપર કોવિશિલ્ડ રસી મળશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે 7 હજાર લોકોને કોવેક્સિન અપાઇ

શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોનાની માત્ર કોવેક્સિન રસી જ મળતી હતી. હવે મંગળવારથી કોવિશીલ્ડ રસી મળી રહેશે. શહેરમાં સોમવારે 7 હજાર લોકોને કોવેક્સિન અપાઈ હતી. મંગળવારે પાલિકા 71 સેન્ટરો પર કોવિશીલ્ડનો પ્રથમ અને 62 સેન્ટરો પર બીજા ડોઝની વ્યવસ્થા છે. જ્યારે વિદેશ જતા નાગરિકો માટે પાલ અને કાપોદ્રા કોમ્યુનિટી હોલના સેન્ટરો પર વ્યવસ્થા છે. ઓનલાઇન એપોઇમેન્ટ લીધી હોઇ તેના માટે 36 સેન્ટરો કાર્યરત છે. જ્યારે સર્ગભાબહેનો અને 65 વર્ષથી વધુના લાભાર્થીઓ માટે ખાસ 8 કેન્દ્રો ચાલુ રહેશે.

શહેર અને જિલ્લામાં કોરોનાના 7 નવા કેસ
શહેરમાં 06 અને જિલ્લામાં 01 કેસ સાથે સોમવારે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 07 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143655 થઈ ગઈ છે.

સોમવારે શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. સોમવારે શહેરમાંથી 01 અને જિલ્લામાંથી 01 દર્દી કોરોનાને માત આપી સાજા થતા કુલ 02 દર્દીને રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...