તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:કોવિશિલ્ડના ડોઝ આવ્યા, આજે 175 કેન્દ્રો પર રસીકરણ કરાશે

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત ઓગષ્ટના ગત અઠવાડિયામાં સતત રસીકરણ કરાઇ રહ્યું છે. સપ્ટેમ્બરના પહેલાં અઠવાડિયામાં પણ શહેરભરમાં રસીકરણ ચાલુ છે. જોકે શુક્રવારે અને શનિવારે કોવિશિલ્ડનો ડોઝ નહીં હોવાના કારણે પ્રથમ અને બીજા ડોઝ માટેની પ્રક્રિયા બંધ રાખવામાં આ‌વી હતી. શનિવારના દિવસે કોવેક્સિનના 11,911 ડોઝ આપવામાં આવ્યા હતા.

શનિવારના દિવસે કોવિશિલ્ડના ડોઝનો જથ્થો આવવાથી રવિવારે રજાનો દિવસ હોવા છતાં શહેરભરમાં વેક્સિનેશનની પ્રક્રિયા જારી રખાશે. રવિવારે સ્પોટ રજીસ્ટ્રેશન કરાવનારાઓ માટે 64 સેન્ટર કોવિશિલ્ડનો પહેલો ડોઝ, 51 સેન્ટર પર બીજો ડોઝ, ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇને કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવાવાળાઓ માટે 39 સેન્ટર રહેશે. તે સિવાય ગર્ભવતી મહિલાઓ માટે અને 65 વર્ષથી વધુની ઉમરવાળા લોકો માટે 8 સેન્ટર, વિદેશ જવાવાળા લોકો માટે 2 સેન્ટર અ્ને કોવેક્સિન માટે 11 સેન્ટર રહેશે. આ શહેરભરમાં રવિવારે કુલ 175 સેન્ટર પર વેક્સિનેશનની પ્રક્રિયા ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...