સુરત:સિવિલ-સ્મીમેરમાં કોવિડ OPD આજે ચાલુ જ રહેશે, આજે 9 થી 1 સુધી જ વેક્સિનેશન

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેસ્ટિંગ માટેતમામ હેલ્થ સેન્ટરો ચાલું રહેશે

શહેરમાં 10 દિવસથી વધી રહેલા કોરાનાના કેસને ધ્યાનમાં રાખીને જૂની સિવિલ હોસ્પિટલ તથા સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ ઓપીડી ઉતરાયણની રજાના દિવસે પણ યથાવત ચાલુ રાખવામાં આવશે.સિવિલ હોસ્પિટલમાં સ્ટેમસેલ બિલ્ડીંગ ખાતે બનાવવામાં આવેલા કોવિડ ઓપીડીને પણ 24 કલાક ચાલુ રાખવામાં આવશે, જેથી કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓ ઉત્તરાયણની રજાના દિવસે પણ કોરોનાનું ટેસ્ટિંગ કરાવી શકશે અથવા તો પોઝિટિવ આવ્યા બાદ જરૂર પડે તો સારવાર પણ મેળવી શકશે. સ્મીમેર હોસ્પિટલમાં પણ કોવિડ ઓપીડી મકરસંક્રાંતિના દિવસે પણ ચાલુ જ રહેશે.ઇમરજન્સી તેમજ

કોરોનાના લક્ષણો જણાય તો દર્દીઓ ઓપીડીમાં સારવાર તેમજ ટેસ્ટિંગ કરાવી શકશે. આ ઉપરાંત અન્ય ઇમરજન્સી સારવાર પણ બન્ને હોસ્પિટલમાં ઉપલબ્ધ રહેશે એવું પાલિકા તથા સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, શનિવાર અને રવિવારના રોજ ટેસ્ટિંગ માટે આવનારા લોકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...