સ્વચ્છ સર્વેક્ષણમાં સુરત 1 કદમ દૂર:કોવિડના લીધે પહેલા ક્વાર્ટરમાં જ 45 માર્કસ કપાઈ ગયા હતા, વોટર+ સિટીમાં મળેલા 5 સ્ટાર રેટિંગે ક્રમ જાળવ્યો

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્વચ્છતા સહિતના ત્રણ એવોર્ડ સ્વીકારતા મેયર-કમિશનર. - Divya Bhaskar
સ્વચ્છતા સહિતના ત્રણ એવોર્ડ સ્વીકારતા મેયર-કમિશનર.
  • ઇન્દોર કરતા સુરતને માત્ર 59 માર્ક‌્સ ઓછા મળ્યા, ગત વર્ષે 128 માર્ક્‌સનો તફાવત હતો

2016 થી શરૂ થયેલા સર્વેક્ષણમાં પહેલી વાર સુરતે દેશમાં સતત બીજા વર્ષે બીજો ક્રમ જાળવી રાખ્યો છે. જો કે, આ વર્ષે નંબર વન ગુમાવવાના કારણોમાં કોવિડ પણ જવાબદાર રહ્યું છે. આ વખતના સર્વેક્ષણમાં પહેલા અને બીજા કવાર્ટરના માર્કસ પણ ધ્યાને લેવાયા હતા. પહેલા કવાર્ટરમાં કોવિડ વધુ હોવાથી ત્યારે જ દસ્તાવેજોમાં 45 માર્કસ કપાઈ ગયા હતા. જો કે, વોટર પ્લસ સિટીમાં ફાઈવ સ્ટાર રેટિંગ મળતાં સુરતે બીજો ક્રમ જાળવી રાખ્યો.

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટમાં દેશમાં અવ્વલ
1
પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટમાં સુરત પાલિકાએ દેશમાં સૌપ્રથમ ભટાર ખાતે પ્લાસ્ટિક પ્લાન્ટ શરૂ કર્યું હતું.
2 એર પોલ્યૂશન ઘટાડવા પાલિકાએ મિકેનિકલ સ્વિપર મશીનની સંખ્યા વધારી. આ કાર્ય રાતે 11 વાગ્યા પછી મધરાત સુધી શહેરમાં ચાલે છે.
3 સોસાયટીઓમાં જ ઓર્ગોનિક વેસ્ટ કન્વર્ટર ઇન્સ્ટોલ કરાયાં, આ કન્વર્ટર મશીનથી કચરો ખાતરમાં રૂપાંતર થયો.
4 પાલિકાના 21 હજાર કર્મીઓને પણ ઘરના એઠવાડને ઘરમાં જ કમ્પોઝ કરી તેનું ખાતર બનાવી બાગ-બગીચાઓને આપવાની પ્રતિજ્ઞા લેવડાવાઇ હતી.
5 ખજોદમાં કચરાના ડુંગરને સ્થળ પર જ ડમ્પિંગ કરી વેસ્ટ ઉપર જ પ્લાન્ટથી લેયર બનાવવામાં આવ્યાં છે.
6 સિટીઝન ફિડબેક મેળવવાની જાગૃતિ કેળવવા માટે વોલ તથા ટ્રિ પેઇન્ટિંગ્સ અસરકારક સાબિત થયાં.
7 ગંદકી અને એઠવાડની ફરિયાદ એક ક્લિક પર થાય અને ગણતરીના સમયમાં તેની સફાઇ કરવા બનાવેલી એન્ડ્રોઇડ સ્વચ્છતા એપથી લોકો પાલિકાની કામગીરી તરફ આકર્ષાયા છે. આ લોકોને એપ સાથે જોડી રાખવા પાલિકાએ દાખવેલી સક્રિયતા વધુ અસરકારક સાબિત થઇ છે.

ગંદા પાણીને ટ્રીટ કરી 140 કરોડની આવક
દૈનિક 115 MLD ગંદું પાણી ટ્રીટ કરી રિયૂઝ કરાય છે : સુરત પાલિકા સિવેઝ વોટરને વિવિધ ટર્સરી ટ્રિટમેન્ટ પ્લાન્ટ થકી શુદ્ધ કરવામાં અને તેના રિયૂઝમાં પાવરધા સાબિત થયું છે. હાલમાં 115 એમએલડી ગંદા પાણીને પ્રોસેસના આધારે ઉપયોગમાં લેવાય છે. વર્ષે 140 કરોડ રૂ.ની આવક થઈ રહી છે.

ખાડીની 68હેક્ટર જમીનમાં 6 લાખ છોડ રોપી ગંદકી દૂર કરાઇ : અલથાણમાં સાડા ત્રણ કીલો મીટર લાંબી ખાડી કે જ્યાં એક સમયે લોકો નાક દાબી પસાર થતા હતાં ત્યાંની 68 હેકટર જમીનમાં પાલિકાએ 6 લાખ છોડવા અને અલગ અલગ પ્રકારના 85 વૃક્ષો રોપી બાયોડાયવર્સિટી પાર્ક બનાવ્યું છે.

સફાઇ કર્મીઓના સ્વાસ્થ્યની સંભાળ, હેન્ડ ગ્લોવ્ઝથી PPE કીટનું વિતરણ
સુરત સફાઇ કર્મીઓના સ્વાસ્થ્ય અંગે વિવિધ તબક્કે નવા નિયમો અમલી બનાવ્યાં છે. સફાઇ કર્મીઓની રાબેતા મુજબ આરોગ્ય રક્ષણ કીટનું વિતરણ કરાઇ રહ્યું છે.

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટઃ રોજ દોઢ લાખ દૂધની થેલી એકત્ર કરાય છે : દૈનિક 75 ટન પ્લાસ્ટિક વેસ્ટને રિસાઇકલ કરવામાં આવે છે. આ કાર્ય માટે સુમુલ ડેરી સાથે જોડાણ પણ કરાયું છે. દૈનિક દોઢ લાખ દૂધની થેલી એઠવાડથી વર્ગીકરણ કરવામાં આવે છે.

આ આંકડાએ ગૌરવ જાળવી રાખ્યું પણ હજુ મહેનત જરૂરી
સુરત
-5589.21
6000

ઇન્દોર-5618.14
6000

કેટેગરીSLPGFSODFસિટીઝન્સ વોઇસકુલ
કુલ માર્ક્‌સ24001,10070018006000
ઇન્દોર2313.389007001704.765618.14
સુરત2238.069007001721.165589.21

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...