વેક્સિનેશન:3 દિવસમાં જ કિશોરો માટે કોવેક્સિન ખૂટી પડી, આજે રસીકરણ બંધ

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચોથા દિવસે 39032 કિશોરોને રસી મુકવામાં આવી હતી
  • જોકે, 94 સેન્ટરો પર કોવિશિલ્ડની રસી મુકવામાં આવશે

શહેરમાં છેલ્લા 4 દિવસથી 15થી 18 વયજૂથમાં રસીકરણ ચાલી રહ્યું છે. આ ચાર દિવસમાં 1.27 લાખથી વધુ કિશોરોને કોવેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ગુરુવારે ચોથા દિવસે 39032 કિશોરોને રસી મુકવામાં આવી હતી. આમ 4 જ દિવસમાં 1.27 લાખ કિશોરોએ રસી મુકાવતા કોવેક્સિન રસીનો સ્ટોક ખૂટી પડ્યો છે.

આવતીકાલે શુક્રવારે શાળા-કોલેજોમાં 15થી 18 વર્ષના વયજૂથના કિશોરોની રસીકરણની કામગીરી તેમજ અન્ય કોવેક્સિન રસીકરણ કેન્દ્રો ઉપર પણ રસીકરણની કામગીરી બંધ રહેશે. જ્યારે માત્ર કોવિશિલ્ડ રસીકરણની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે. આજે શુક્રવારે 94 સેન્ટરો ઉપર કોવિશિલ્ડ રસીકરણની કામગીરી હાથ ધરાશે. રસીકરણને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...