મર્ડર:સુરતના પાંડેસરામાં આઈસ્ક્રીમ ખાવા નીકળેલા  પિતરાઈ ભાઈઓ પર હુમલો, એકને છાતીમાં ચપ્પુના ઘા વાગતાં મોત

સુરત8 મહિનો પહેલા
બાઈક પર આવેલા અજાણ્યાએ ચપ્પુ વડે હુમલો કરતાં યુવકનું મોત નીપજ્યું હતું.(ફાઈલ તસવીર)
  • આઈસ્ક્રીમની લારીવાળા અંગે પૂછતાં જ અજાણ્યાઓ ચપ્પુ લઈ તૂટી પડ્યાં

સુરતના પાંડેસરા પોલીસ કોલોની નજીક બે અજાણ્યા ઈસમોએ બે પિતરાઈ ભાઈઓ પર ચપ્પુથી હુમલો કરી એકની છાતીમાં ચપ્પુ ઘુસાડી ભાગી જતા સિવિલમાં મૃત જાહેર કરાયો હતો. મૃતક રિતેશ ડી-માર્ટનો કર્મચારી અને પરિવારમાં એકનો એક દીકરો હતો. આઇસક્રીમની લારી વાળાનું પૂછવા બાબતે થયેલી બોલાચાલીમાં હત્યા થઈ હોવાનું ઇજાગ્રસ્તના ભાઈ શિવમે જણાવ્યું હતું.

હુમલાખોરોએ ચપ્પુ વડે હુમલો કરતાં બીજાને પેટના ભાગે ઈજા પહોંચી હતી.
હુમલાખોરોએ ચપ્પુ વડે હુમલો કરતાં બીજાને પેટના ભાગે ઈજા પહોંચી હતી.

લારીવાળા અંગે પૂછતાં હુમલો કરાયો
શિવમ (મૃતકનો પિતરાઈ ભાઈ) એ જણાવ્યું હતું કે, આજે અમે ત્રણ મિત્રો રિતેશ, શિવમ અને સત્યમ પાંડેસરા પોલીસ કોલોની નજીક આઈસ્ક્રીમ ખાવા ગયા હતા. જ્યાં લારીવાળો ન દેખાતા ત્યાં ઉભેલા એક ઈસમને લારીવાળો ક્યાં છે? બસ આટલું જ પૂછ્યું હતું. જેને લઈ અજાણ્યા ઇસમે ઉડાવ જવાબ આપતા સત્યમએ કહ્યું, તો જા ને ભાઈ, બસ અહીંયા વાત પૂરી થઈ ગઈ હતી. અજાણ્યો ઈસમ પણ ત્યાંથી જતો રહ્યો હતો.

પરિવારના એકના એક દીકરાનું મોત થતાં પરિવાર શોકમાં ગરક થઈ ગયું હતું.
પરિવારના એકના એક દીકરાનું મોત થતાં પરિવાર શોકમાં ગરક થઈ ગયું હતું.

ચપ્પુ વડે હુમલો કર્યો
થોડીવાર બાદ એ અજાણ્યો ઈસમ સ્પેલન્ડર બાઇક પર બીજા એક ઇસમ સાથે આવ્યો હતો. બસ આવીને કંઈ પણ પૂછ્યા વગર ચપ્પુ વડે તૂટી પડ્યો હતો. ઉપરા ઉપરી ચપ્પુ ફેરવતા મને (શિવમ) પેટના ભાગે અને બચાવવા આવેલા રિતેશને છાતીમાં ચપ્પુ ઘુસાડી દીધું હતું. ત્યારબાદ ભાગી ગયા હતાં. અમે ઇજાગ્રસ્ત રિતેશને ઓટો રીક્ષામાં લઇ તાત્કાલિક સિવિલ આવતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. રિતેશ પરિવારમાં એકનો એક છોકરો હતો. એક બહેન અને માતા-પિતાને રીતેશના મોતની ખબર પડતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હોવાનું વધુમાં શિવમે જણાવ્યું હતું.