વરાછા લંબે હનુમાન રોડના એક એપાર્ટમેન્ટમાં કિશોરી પર દુષ્કર્મ ગુજારનારને કોર્ટે આજે 3 વર્ષની કેદ અને એક હજાર નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. દુકાનથી સમાન લઈને પરત ફરતી કિશોરીને એપાર્ટમેન્ટનું સરનામું પૂછી સાથે લઈ જનાર કિશોરે રીનોવેશન ચાલતા ફ્લેટમાં દુષ્ક્રર્મ આચર્યા બાદ ભાગી ગયો હતો. જોકે કિશોરીની પૂછપરછ અને પોલીસની તપાસમાં કિશોરની ઓળખ થઈ જતા તમામ પુરાવાઓને કોર્ટમાં રજૂ કરાતા શ્રમજીવી પરિવારને ન્યાય મળ્યો હતો.
2017માં ગુનો બન્યો હતો
કિશોર રેવલિયા (વકીલ) એ જણાવ્યું હતું કે, ઘટના 2017 ના રોજ મેં મહિના માં બની હતી. પીડિત કિશોરીએ તમામ હકીકત પરિવાર બાદ પોલીસ સામે વર્ણન કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કિશોરીનું તબીબી પરીક્ષણ કરાવી તમામ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાયા હતાં.
કોર્ટે પૂરાવાઓ ધ્યાનમાં લીધા
પોલીસે તમામ પૂરાવાઓ એકઠા કર્યા હતાં. દરમિયાન વકીલની દલીલ અને પૂરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટે આજે કિશોર આરોપીને 3 વર્ષની સજા અને રૂપિયા એક હજારના દંડ ફટકારતો હુકમ કર્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.