તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મીને સજા:સુરતમાં મામાના ઘરે લગ્નમાં આવેલી કિશોરી પર દુષ્કર્મ ગુજારનારને કોર્ટ 10 વર્ષની કડક સજા ફટકારી, 7 લાખનો દંડ કર્યો

સુરત3 મહિનો પહેલા
  • 2018માં આરોપીએ અમરોલી સાયણ રોડ નેશનલ હાઇવેવાળા રસ્તે કોઇ અવાવરૂ જંગલમાં કિશોરી સાથે દુષ્કર્મ આચર્યુ હતું

વર્ષ 2018માં યુપીથી લગ્ન પ્રસંગમાં સુરત મામા પાસે આવેલી કિશોરીનું અપહરણ કરી અમરોલી સાયણ રોડ ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારીને આજે કોર્ટે 10 વર્ષની કડક સજાનો આદેશ કરી 7 લાખનો દંડ ફટકાર્યો હતો. રણજીત અંશકુમાર જીતેન્દ્ર ઉર્ફે સિકંદરસિંગ ગુજરે જાનથી મારી નાખવાની ધમકી આપી ધોરણ-11ની વિદ્યાર્થિની ઉપર બળાત્કાર ગુજાર્યા બાદ તબિયત બગડતા આખો મામલો બહાર આવ્યો હતો. તેના પિતાની ફરિયાદ બાદ અમરોલી પોલીસે રણજીત સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસે બળાત્કારીની ધરપકડ કરી હતી
અમરોલી પોલીસે જણાવ્યું હતું કે, અમરોલી સાયણ રોડ નેશનલ હાઇવેવાળા રસ્તે કોઇ અવાવરૂ જંગલ વિસ્તારમાં તા.25-8-2018ના રોજ બપોરના એક વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા દરમિયાન એક કિશોરી ઉપર બળજબરીપૂર્વક અને જાનથી મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજારાયો હોવાની ફરિયાદ મળી હતી. પોલીસે અધિનિયમ કાયદો અને કલમ 46 ઇ.પી.કો. કલમ 363, 36, 376(2)()(બૅન),506(2) તથા પોક્સો એક્ટ ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી રણજીત ઉર્ફે અશકુમાર તે જીતેન્દ્ર ઉર્ફે સિકન્દરસિંગ ગુર્જરની અટક કરાઈ હતી.

કિશોરીના પિતા 2012-13માં પરિવાર સાથે સુરતથી યુપી જતા રહ્યા
પોલીસને કિશોરીના પિતાએ જણાવ્યું હતું કે, તેઓ યુપીના રહેવાસી છે અને વર્ષ 2012-13માં હું મારા કુટુંબ પરિવાર સાથે સુરતથી મારા વતન યુપી જતો રહ્યો હતો. જ્યાં ખેતીકામ ફરી માટે જીવન ગુજરાન ચલાવી રહ્યો હતો. સુરત શહેરમાં મારા સગાભાઇ સુભાષસિંહ તેમની પત્ની શીલાસિંહ અને તેમની દીકરી પ્રિયાસિંહ સાથે રહે છે. મને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે, જેમાં નાની દીકરી ઉ.વ.17) વર્ષ 4 મહિના 7 દિવસની છે. જે ધોરણ-11માં ભણે છે. વર્ષ 2019માં સમાજની દીકરીના લગ્ન પ્રસંગ હોવાથી મારી નાની દીકરી સુરતમાં રહેતા મામા પાસે આવી હતી. થોડા દિવસો બાદ ફોન પર સાળાએ જણાવ્યું હતું કે, દીકરીની તબિયત સારી નથી એટલે હું અને મારી પત્ની સુરત આવ્યા હતા.

બળાત્કારી કિશોરીને તેની ભાભીને મળવાના બહાને લઈ ગયો હતો
સુરત આવ્યા બાદ દીકરીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, અમરોલી કોસાડ આવાસનો રણજીત ઉર્ફે અંશકુમાર તે જીતેન્દ્ર ઉર્ફે સિકન્દરસિંગ ગુર્જર નામના ઇસમે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો છે. દીકરીએ રડતા રડતા તમામ હકીકતો જણાવતા અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, રણજીત ઉર્ફે અંશકુમાર તે જીતેન્દ્ર ઉર્ફે સિકન્દરસિંગ ગુર્જર નામનો ટપોરી જેની ઉપર અગાઉ પોલીસ કેસ થયા છે. એટલું જ નહીં પણ એક દિવસ રણજિત મારી દીકરીને પલ્સર મોટર સાયકલ પર આવ્યો હતો અને દીકરીને કહ્યું હતું તારી ભાભી તેને મળવા મળવા માંગે છે એટલે થોડીવાર માટે આવી જા. મારી દીકરી તેની બાઇક પર બેસી ગઈ હતી ત્યારબાદ રણજીત એને કોઇ બિલ્ડિંગમાં તેની ભાભીને મળવા માટે લઇ ગયો હતો. ત્યારબાદ બપોરના એક વાગ્યાનો સમય ગાળા દરમિયાન રણજીત ચાલ મામાના ઘરે છોડી દઉં કહી દીકરીને મોપેડ પર બેસાડી અમરોલી સાયણ રોડ થઇ સુરત શહેર નેશનલ હાઇવે તરફ લઇ ગયો હતો. જ્યાં રણજીતે મારી દીકરીને ધમકાવી કહ્યું હતું કે, આ જંગલમાં તને જાનથી મારી નાંખીશ. હું તને કહું એટલું કર કહી બળાત્કાર ગુજાર્યો હતો.

તમામ પુરાવાઓના આધારે કોર્ટ આરોપીને સજા ફટકારી
આ કેસમાં પોલીસે પીડિત દીકરીની તબીબી પરીક્ષણ કરાવી તમામ પુરાવાઓના આધારે કોર્ટમાં રજુ કરતા આજે કોર્ટે આરોપી રણજીતને 10 વર્ષની કડક સજા અને 7 લાખ રૂપિયાનો દંડ ફટકારતો ઓર્ડર કર્યો હતો.