• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Sessions Court Sentenced A Young Man To 14 Years Rigorous Imprisonment For Taking Advantage Of A Woman's Loneliness In 2010 With A Handkerchief Over His Mouth

દુષ્કર્મીને સજા:વર્ષ 2010માં મહિલાની એકલતાનો લાભ લઈ મોઢાં પર રૂમાલ બાંધી દુષ્કર્મ આચરનાર યુવાનને 14 વર્ષની સખત કેદ ફટકારતી સુરત સેશન્સ કોર્ટ

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીની ફાઈલ તસવીર. - Divya Bhaskar
આરોપીની ફાઈલ તસવીર.
  • સેશન્સ કોર્ટે ચુકાદો આપતા કહ્યું- આરોપીને સખત સજા-દંડ કરવો જોઇએ કે જેથી બીજા આરોપીઓ આવા ગંભીર પ્રકારના ગુના કરતા અટકે

સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક મહિલાનો પતિ રેલવે સ્ટેશન ઉપર ગયો ત્યારે એકલતાનો લાભ લઇને પાડોશી યુવાને જ મહિલાના મોઢાં ઉપર રૂમાલ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં સેશન્સ કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવીને 14 વર્ષની સખત કેદની સજા તેમજ 10 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.

મહિલાનો પતિ રેલવે સ્ટેશન ગયો હતો
વર્ષ 2010માં કાપોદ્રા વિસ્તારમાં રહેતી એક મહિલાના ઘરે તેમના સંબંધી આવ્યા હતા. આ સંબંધી બહારગામ જવાના હોવાથી મહિલાના પતિ તેમને મુકવા માટે રાત્રે 10 વાગ્યાના અરસામાં રેલવે સ્ટેશન ગયા હતા. મહિલા ઘરમાં એકલી સૂતેલી, બહાર તેમના સાસુ સૂતા હતા. ત્યારે એક યુવક તેમની રૂમમાં આવ્યો હતો અને મહિલાનું મોઢું દબાવી તેની ઉપર રૂમાલ બાંધી દઇને જબરદસ્તીથી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બળાત્કાર બાદ યુવક ભાગી ગયો હતો તે દરમિયાન મહિલાએ બુમાબુમ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

પાડોશમાં રહેતા લોકોએ આરોપીને જોયો હતો
આડોશપાડોશમાં રહેતા લોકોએ બિરેન્દ્ર રામસાગર મિશ્રા (ઉ.વ.34, હાલ રહે. ભક્તિ રેસીડેન્સી, ખરવાસા રોડ, ડિંડોલી)ને જોઇ લીધો હતો. રાત્રિના સમયે જ મહિલાના સંબંધીઓ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ કરવા માટે ગયા હતા અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કારનો ગુનો નોંધીને બિરેન્દ્ર મિશ્રાની ધરપકડ કરી લીધી હતી. દરમિયાન આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રાજેશ ડોબરીયાએ દલીલો કરી હતી અને આરોપીને વધુમાં વધુ સજા થાય તેમ જણાવ્યું હતું. આ કેસમાં ભોગ બનનાર મહિલાની જુબાની તેમજ મેડીકલ પુરાવા મહત્ત્વના સાબિત થયા હતા. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી બિરેન્દ્ર મિશ્રાને તકસીરવાર ઠેરવીને 14 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.

મેડીકલ પુરાવાથી પણ ફરિયાદને સમર્થન મળ્યું
કોર્ટે પોતાનો ચૂકાદો આપતા નોંધ્યું હતું કે, જ્યારે પણ કોઇ આરોપી સામેનો કેસ કોઇપણ ગુણદોષ ઉપર પુરવાર થતો હોય ત્યારે તેવા સંજોગોમાં આરોપીને સખત સજા તેમજ દંડ કરવો જોઇએ કે જેથી બીજા આરોપીઓ આવા ગંભીર પ્રકારના ગુના કરતા અટકે. આરોપીએ મહિલા સાથે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો છે. આ કેસ સાબિત કરવામાં ફરિયાદપક્ષ સફળ રહ્યો છે. આ ઉપરાંત મેડીકલ પુરાવાથી પણ ફરિયાદને સમર્થન મળે છે અને આરોપી સામેનો ગુનો પુરવાર થાય છે તેમ ટાંકીને આરોપીને 14 વર્ષની કેદની સજા કરતો હુકમ કર્યો હતો.

3 દિવસ પહેલાં જ 29 દિવસમાં દુષ્કર્મીને સજાનો ઐતિહાસિક ચુકાદો
સુરત જિલ્લા સેશન્સ કોર્ટે જાહેર કરેલા એક ઐતિહાસિક ચૂકાદામાં 29 દિવસમાં દુષ્કર્મીને જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલવાસ ફટકારવામાં આવ્યો છે. આરોપીએ 12મી ઓક્ટોબરના રોજ જે બેરહેમીપૂર્વક ઘર આંગણેથી રમતી માસૂમ બાળકીને ઉપાડી લઈ જઈ બર્બરતા દાખવી તે રૂંવાડાં ખડા કરી દે તેવી છે. દુષ્કર્મી હનુમાન ઉર્ફે અજય મંગી નિશાદ ( કેવટ )એ બાળકી સાથે પાશવી રીતે દુષ્કૃત્ય આચર્યું હતું. એટલું જ નહીં, પરંતુ ત્યારબાદ બાળકીને ઝાડીઓમાં ફેંકી દીધી હતી.