સુરત કોર્ટનો મહત્વનો ચુકાદો:દહેજ અને ઘરેલુ હિંસા કેસમાં ટિપ્પણી કરી કે, ‘ કોઈ પણ પ્રકારની શંકા એ કાનૂની પુરાવાનું સ્થાન લઈ શકે નહીં’

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સાસરિયાએ 10 હજાર માંગી હેરાન કરી ઘરમાંથી કાઢી મુકી હોવાનો આરોપ હતો

લિંબાયતની પરિણીતાએ સાસરિયાઓ સામે કરેલા દહેજ-ઘરેલું હિંસાના કેસમાં પુરાવાના અભાવે તમામને નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો હતો. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, શંકા ક્યારેય પુરાવાનું સ્થાન ન લઇ શકે. એક તરફ આરોપીએ કહેવાતો ગુનો કર્યો હોય તથા બીજી બાજુ આરોપીઓએ ગુનો કર્યો નથી તેવું લાગે ત્યારે ફરિયાદીએ પોતાનો કેસ સાબિત કરવાનો હોય છે. પરંતુ આ સંજોગોમાં ફરિયાદપક્ષ પોતાનો કેસ પુરવાર કરી શક્યા નથી. બચાવ પક્ષે એડવોકેટ સોનલ શર્માએ દલીલો કરી હતી.

કેસની વિગતો મુજબ, અમદાવાદ બાપુનગર પાસે શાસ્ત્રીનગરમાં રહેતા કિશન ઉર્ફે ઘનશ્યામ નારાયણભાઇ કોંગારીના લગ્ન લિંબાયતમાં રહેતી પૂર્વી (નામ બદલ્યુ છે)ની સાથે થયા હતા. લગ્નના બે મહિના બાદ કિશન અને તેના પરિવારે પૂર્વી સામે 10 હજાર રૂપિયાની માંગણી કરી તેમજ અન્ય બાબતે હેરાન કરીને ઘરમાંથી કાઢી મુકી હતી. આ મામલે પૂર્વીએ કિશન અને તેના પરિવારના બીજા ત્રણ સભ્યોની સામે લિંબાયત પોલીસમાં દહેજ મામલે ફરિયાદ નોંધાવી હતી. જો કે કેસ કોર્ટમાં ચાલી જતાં પુરાવાના અભાવે તમામ સાસરિયાને નિર્દોષ જાહેર કરાયા હતા.

પતિ બેકાર, દારૂડિયો તો સાસુ ઘરનું ભાડું લેતી હતી
પત્નીએ ફરિયાદમાં કહ્યું હતું કે, પતિ દારૂ પીતો હતો. કમાતો ન હતો, જેથી સાસુએ તેમની માલિકીના જ બીજા મકાનમાં રહેવા કહ્યું હતું અને તેનું ભાડું પણ તેઓ લેતા હતા. પતિ મારતો હતો અને ઘરે આવીને સાસુ-નણંદ પણ મારતી હતી. પિયરથી રૂપિયા લાવવાનું કહેવાતું હતું. ઘરનું ભાડું ચૂકવવા માટે મંગળસૂત્ર પણ વેચી નાંખવું પડ્યું હતું.

પ્રોસિક્યુશને આરોપી સામેનો કેસ સાબિત કરવાનો હોય: કોર્ટ
આ કેસમાં ચીફ કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, ‘ફરિયાદીને આરોપીઓ માટે ગમે તેટલી મજબૂત શંકા હોય તો પણ તે કાનૂની પુરાવાનું સ્થાન લઇ શકે નહીં. દેશમાં પ્રવર્તમાન ફોજદારી ન્યાયશાસ્ત્રના સિધ્ધાંત મુજબ પ્રોસિક્યુશને હંમેશા પોતાનો કેસ આરોપીઓ વિરુધ્ધ નિ:શંકપણે પુરવાર કરવાનો હોય છે.

અન્ય સમાચારો પણ છે...