તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:દારૂની ખેપમાં ઝડપાયેલો કોર્ટનો પટાવાળો સસ્પેન્ડ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારમાંથી 75 હજારનો દારૂ મળ્યો હતો
  • બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયો હતો

વલસાડ ખાતે દારૂની ખેપ મારતા પકડાયેલાં સુરત કોર્ટના પટાવાળાને સસ્પેન્ડ કરાયો છે. જે તે સમયે જ આરોપીની ધરપકડ કરાઇ હતી. જિલ્લા ન્યાયાલયે પણ આરોપી પટાવાળાને ફરજ મોકુફનો હુકમ કર્યો હતો. વલસાડ ધમડાચી ચોકડી પાસે પોલીસે કાર અટકાવી હતી જેમાંથી 75 હજારનો દારૂ મળી આવ્યો હતો ઉપરાંત કારના ચાલક જિજ્ઞેશ નરેન્દ્ર વૈદ્ય (મોરાભાગળ)ની ધરપકડ કરાઇ હતી. પોલીસે તેની પુછપરછ કરતાં તેણે કોર્ટમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હોવાનું જણાવ્યુ હતુ. તેની પાસેથી આઇકાર્ડ પણ મળી આવ્યો હતો.

પોલીસે દારૂના જથ્થા, બિયર, મોબાઇલ અને કાર મળી કુલ રૂપિયા 4.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત દારૂ-બિયરનો જથ્થો આપનાર બુટલેગર કૃણાલને વોન્ટેડ જાહેર કરાયા હતો. દરમિયાન આ ઘટના બાદ સુરત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ દ્વારા પટાવાળા જિજ્ઞેશ વૈદ્યને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો.

રૂરલ પોલીસને બાતમી મળી હતી કે દારૂ વલસાડ થી સુરત જતા રોડ પર દારૂની હેરફેર કરવામાં આવનાર છે. આથી પોલીસે અગાઉથી જ વોચ ગોઠવી દીધી હતી. જેવી શંકાસ્પદ કાર આવી કે તેને અટકાવવામાં આવી હતી અને તેમાંથી દારૂ-બિયરની 151 બોટલ કે જેની કિંમત રૂપિયા 75 હજાર થાય છે તે મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...