હુકમ:કર્મકાંડી પતિને ભરણપોષણના 3 હજાર ચૂકવવા કોર્ટનો હુકમ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન થયાંના 10 દિવસ બાદ જ પરિણીતાને દહેજમાં 10 લાખ લાવવા ત્રાસ અપાયો હતો

ત્રણ વર્ષના લગ્નગાળા બાદ રોજબરોજના ઝઘડાંઓના લીધે જુદા રહેતા થયેલાં દંપતિનો મામલો ફેમિલી કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં ક્રમકાંડનું કામ કરતા પતિને કોર્ટે ભરણપોષણ પેટે રૂપિયા ત્રણ હજાર ચૂકવવાનો હુકમ કર્યો હતો. કોર્ટે પોતાના હુકમમાં નોંધ્યુ હતુ કે વચગાળાની અરજીનો મુખ્ય હેતુ પરિણીતાને રસ્તે રઝળવું ન પડે તે છે.

આ કેસમાં પત્ની તરફે એડવોકેટ પ્રીતી જોષીએ દલીલો કરી હતી. સગરામપુરા ખાતે રહેતા રાકેશ અને અંકિતા (નામ બદલ્યા છે) ના લગ્ન વર્ષ 2019મા થયા હતા. લગ્ન બાદ થોડા સમયમાં જ પતિ નાની-નાની વાતે ઝઘડાં કરી, પત્નીની અવગણના પણ કરતો હતો. લગ્નના દસ જ દિવસમાં પરિણીતાને પિયરથી રૂપિયા દસ લાખ લઇ આવવાનું કહેવાયુ હતુ. દહેજ માટે પતિ અને સાસરિયા પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ પણ આપતા હતા. આખરે વતા વધુ વણસી હતી અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. જ્યાં પરિણીતાએ વચગાળાની રાત માટેની દાદ માગી હતી.

પતિના ત્રાસ સામે કોર્ટની શરણ લીધી
રક્ષાબંધનના દિવસે પરિણીતાના પિતા તેને તેડવા આવ્યા હતા અને પત્ની પિયર ગયા બાદ પતિ તેને તેડી ગયો નહતો. અને ત્યારબાદ સમાધાનની મિટિંગો થઈ હતી આખરે પત્નીએ કોર્ટમાં પતિના ત્રાસ સામે ઉપરાંત ભરણપોષણની માગણી, રહેઠાણની સગવડ માટે કોર્ટમાં અરજી કરી હતી. દલીલો બાદ કોર્ટે રૂપિયા ત્રણ હજાર ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...