બે સંતાનોની માતા હોવા છતાં પર પુરુષ સાથે લીવ ઇનમાં રહેવા માંગતી હોવાથી બાળકોને પિતા સાથે મળવા દેતી નહતી. કોર્ટના આદેશ છતાં પત્નીના વલણ સામે પતિએ ફરી કોર્ટનું શરણ લેવાની ફરજ પડી હતી. પતિ તરફે એડવોકેટ પ્રીતી જોષીની દલીલ બાદ કોર્ટે બંને બાળકોને મહિને બે વાર મળવાનો હુકમ કર્યો હતો. પ્રીતી જોષીની દલીલ હતી કે બંને સંતાનોના અરજદાર પતિ કુદરતી વાલી છે. પત્ની બાળકોને પિતાને ન મળવા બાબતે ચડાવે છે જેના કારણે બાળકના કુમળા મગજ ઉપર અસર પડે છે. અરજદાર તેઓના બાળકોને મળે તો તેઓને કોઈ નુકશાન થાય તેમ નથી અને એક પિતા પોતાના સંતાનનું ક્યારે ખરાબ ન ઇચ્છે.
આઠ વર્ષના લગ્નગાળામાં દંપતિને બે સંતાન અવતર્યા હતા. બાદમાં બંને વચ્ચે અણબનાવ બનતા માતા બાળકો સાથે પિયર જતી રહી હતી. પિતાને ધ્યાને આવ્યંુ હતંુ કે, બંને બાળકો સાથે માતા અન્ય પુરુષ સાથે લીવ ઇનમાં રહેવા જવા માંગતી હતી.
પતિ મળી લે પછી ફરી પત્ની કબજો લેશે
અગાઉ તો કોર્ટે બાળકોને મળવાનો હુકમ કર્યો જ હતો. પરંતુ બીજીવારની અરજી બાદ કોર્ટે નોંધ્યંુ હતંુ કે, બંને સંતાનોને મહિનામાં બે વખત પોલીસ સ્ટેશન સિવાયની જાહેર જગ્યાએ જેવી કે બાગ-બગીચા, મોલ્સ, કોર્ટનું કમ્પાઉન્ડ અથવા તો બંને પક્ષકારો હળીમળી શકે અને તેઓને અનુકૂળ હોય તે પ્રકારની જાહેર જગ્યાએ અરજદાર પિતાને સોંપવો અને ત્યારબાદ બાળકનો કબજો પિતા પત્નીને સોંપશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.