તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો નિર્ણય:દુકાનમાં લાગેલી આગમાં 52 લાખ ચૂકવવા કોર્ટનો આદેશ

સુરત11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 9 વર્ષ પૂર્વે કાપડની દુકાનમાં આગ લાગી હતી

નવ વર્ષ અગાઉ ટેક્સસટાઇલ માર્કેટમાં વેપાર કરતાં કાપડ વેપારીની દુકાનમાં લાગેલી આગની ઘટનાના કેસમાં રાજયની વડી ગ્રાહક અદાલતે વીમા કંપનીને રૂપિયા 52.37 લાખ ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો. આ અગ્નિકાંડમાં કાપડ વેપારીનો રૂપિયા 91 લાખનો કાપડનો સ્ટોક બળી જવા પામ્યો હતો. વેપારીઓ ક્લેઈમ કરતાં જેની સામે વીમા કંપનીએ વળતરના રૂપિયા 37 લાખ જ મંજૂર કરતાં મામલો ગ્રાહક અદાલત સુધી પહોંચ્યો હતો.

રિંગરોડ સ્થિત કોહીનૂર માર્કેટમાં દુકાન ધરાવતા વેપારીએ એડવોકેટ શ્રેયસ દેસાઈ મારફત કરેલાં કેસ મુજબ તા. 13મી મે, 2012ના રોજ સવારે છ કલાકે ફરિયાદીની દુકાનમાં આગ ફાટી નિકળી હતી. કાપડ માર્કેટમાં આવેલી આ દુકાનમાં ત્રણ કલાક બાદ આગ પર મેળવાયો હતો. કેસ મુજબ દુકાનમાં રૂપિયા 1.63 કરોડનો સ્ટોક હતો જેની સામે 91 લાખ રૂપિયાનો સ્ટોક નાશ પામ્યો હતો.

વીમા કંપનીના સર્વેયરે આ આગમાં થયેલા નુકસાન બાબતે વીમા કંપનીને કરેલા પોતાના રિપોર્ટમાં જણાવ્યુ હતુ કે 1.63 કરોડ રૂપિયાનો સ્ટોક હોવાનું તેઓ માનતા નથી. એટલું જ નહીં આમાં 1.21 કરોડ રૂપિયાનો જ સ્ટોક હોવાનો અંદાજ છે. જેના પગલે સર્વેયરે રૂપિયા 37 લાખનું જ નુકશાન થયું હોવાનો અંદાજ લગાવ્યો હતો. રૂપિયા 37 લાખ મેળવ્યા બાદ કાપડ વેપારીએ બાકીના 52 લાખ રૂપિયા મેળવવા માટે વડી અદાલતના દ્વાર ખખડાવ્યા હતા. દલીલો બાદ વડી અદાલતે બાકી રૂપિયા 52.37 લાખની રકમ વેપારીને ચૂકવી દેવા વીમા કંપનીને આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો