સજા ફટકારાઈ:50 લાખના ચેક બાઉન્સ કેસમાં ફરિયાદીએ ટેક્સ ભર્યો છે કે નહીં તેની તપાસ કરવા કોર્ટે આઇટીને આદેશ કર્યો

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આવકવેરા વિભાગે 30 દિવસમાં રિપોર્ટ કરવાનો રહેેશે, આરોપીને 2 વર્ષની સજા ફટકારાઈ

50 લાખના ચેક બાઉન્સ કેસમાં કોર્ટે આરોપીને 2 વર્ષની સજા તો કર્યો કરી પણ સાથે-સાથે ફરિયાદી સામે પણ એક રીતે ITની તપાસ મૂકી દીધી હતી. કોર્ટે આવકવેરા વિભાગને આદેશ કર્યો હતો કે, ફરિયાદીએ જે રકમ ચૂકવી છે તેના પર ઇન્કમટેક્સ ભર્યો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવે અને તેનો રિપોર્ટ 30 દિવસમાં રજૂ કરવામાં આવે.

ખેતીની જમીન લે-વેચ, ડેવલપ કરનારા બે વચ્ચેના કરાર તૂટતાં મામલો કોર્ટમાં ગયો હતો
વરાછાના હીરા બાગના રહેવાસી કિશોર રાજપૂત જમીન લે-વેચ કરે છે. તેમની ઓળખ વેસુના હિરેન સોલંકી સાથે થઈ હતી. બંનેએ ભેગા મળીને અંકલેશ્વરની એક જમીન ડેવલપ કરવા માટેના કરાર કર્યા હતા. જે મુજબ કિશોરસિંહ જે રકમ આપે તેમાંથી 50 ટકા હિસ્સો આપવાનું અને 25 ટકા બેન્કમાં જમા કરવાનું નક્કી કરાયું હતું.

જે દરમિયાન કિશોરસિંહે 7 ઓગષ્ટ, 2014ના રોજ પત્નીના નામનો રૂપિયા 7.50 લાખનો ચેક આપ્યો હતો અને બાદમાં કુલ 42.50 લાખના ચેક અપાયા હતા. આ રકમ કુલ ચાર મહિનામાં અપાઈ હતી. જો કે, દરમિયાન માથાકૂટ થતાં કરાર રદ કરાયો હતો અને કિશોરસિંહે પોતાના રૂપિયા પરત માંગ્યા હતા. જે માટે આરોપી હિરેન સોલંકીએ જે ચેક આપ્યા હતા તે પરત ફરતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.

ફરિયાદી સામે પણ કાર્યવાહી શક્ય
આવા દરેક કેસો આઇટી પાસે જતા નથી પરતુ આ કેસમાં કોર્ટે આઇટીનું ધ્યાન દોર્યું છે અને ફરિયાદીના રિટર્નની ચકાસણી કરવા કહ્યુ છે.

એક્સપર્ટ વ્યૂ | તો 84% ટેક્સ લાગે
સી.એ. વિરેશ રૂદલાલ કહે છે કે ઇન્કમ બતાવી ન હોય કે કરદાતા સોર્સ પુરવાર ન કરે તો ટેક્સની જવાબદારી 84 ટકા સુધીની છે.

અન્ય સમાચારો પણ છે...