તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો હુકમ:પતિ અને સાસુએ પરિણીતાને ફોન પણ નહીં કરવા કોર્ટનો આદેશ

સુરત9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઘરેલુ હિંસા અને માસિક ભરણપોષણનો કેસ

ઘરેલુ હિંસા અને માસિક ભરણપોષણ-રહેઠાણનુ ભાડું ચૂકવવાના એક કેસમાં પત્ની દ્વારા પતિ અને સાસરિયાઓ સામે કરવામાં આવેલી અરજી કોર્ટે મંજૂર કરી હતી. કોર્ટે હુકમમાં નોંધ્યુ હતુ કે પત્નીને ભરણપોષણ અને રહેઠાણનો અધિકાર છે અને તે પુરુ પાડવું પતિની ફરજ છે. આ ઉપરાંત કોર્ટે પતિ, દિયર અને સાસુને કૌટુંબિક હિંસાનું કૃત્ય નહીં કરવાનો અ્ને મૈખિક કે લેખિત અથવા ટેલિફોન મારફતે પણ સંપર્ક નહીં કરવાનો આદેશ કર્યો હતો.

કેસની વિગત મુજબ પાલનપુર જકાતનાકા ખાતે રહેતી સ્વાતી (નામ બદલ્યું છે)ના લગ્ન વર્ષ 2006માં નાસીક ખાતે સમીર નામના યુવક સાથે થયા હતા. શરૂઆતમાં સંસારની ગાડી બરાબર ચાલી રહી હતી, પરંતુ પત્ની ગર્ભવતી બનતા ડિલિવરીનો ખર્ચ પિયરથી કરાવવા કહ્યુ હતુ અને આ બાબતે ઝઘડો પણ થયો હતો. પત્નીને બાળકનો જન્મ થયા પછી જ ઘરે આવજે એમ કહી મોકલી અપાઈ હતી. ત્યારબાદ બીજા બાળક વખતે પણ ખર્ચ પત્નીના માતા-પિતા પાસે જ કરાવાયો હતો.

ઉપરાંસ સાસરિયાઓએ રૂપિયા પાંચ લાખની માગણી પણ કરી હતી. ત્યારબાદ વર્ષ 2013માં પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકાઈ હતી આથી તેણીએ એડવોકેટ પ્રિતી જોષી મારફત કોર્ટ કેસ કર્યો હતો જેમાં કોર્ટે રહેઠાણના વિકલ્પ રૂપે મહિને રૂપિયા ત્રણ હજાર ભાડું અને પરિણીતા-બાળકોના ભરણપોષણ માટે રૂપિયા છ હજાર ચૂકવી આપવાનો પણ હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો