કોર્ટનો હુકમ:હાલની વીમા રકમના આધારે ચુકવણી કરવા કોર્ટનો હુકમ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 4 વર્ષ પૂર્વેના વીમા રકમના આધારે ચુકવણી કરાઈ હતી

અરજદારને 4 વર્ષ પૂર્વે બીમારીનું. અનુમાન કરી વીમા કંપનીએ અગાઉની વીમા રકમ મુજબ ક્લેઇમ પાસ કરતાં મામલો ગ્રાહક કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે કંપનીની દલીલો નકારી હાલની વીમા રકમ મુજબ ક્લેઇમ ચૂકવવાનો હુકમ કર્યો હતો.અરજદાર પક્ષે એડવોકેટ શ્રેયસ દેસાઈએ દલીલો કરી હતી કે, સમયાંતરે વીમાની રકમ ભરવામાં આવી છે. હાલ વીમાની રકમ રૂપિયા પાંચ લાખ હોય તો તે મુજબ જ ક્લેઇમ ચૂકવવા વીમા કંપની જવાબદાર છે.

અગાઉની વીમાની રકમ 1.50 લાખ, હાલ 5 લાખ
ઉધનાના હરીશભાઈ (નામ બદલ્યુ છે)એ વર્ષ 2003માં દોઢ લાખનો વીમો લીધો હતો. 4 વર્ષ બાદ છાતીમાં દુખાવો થતાં ખાનગી હોસ્પિટલમાં 3 લાખનો ખર્ચો થયો હતો. વીમા કંપનીએ દોઢ લાખ ચૂકવ્યા હતા. ડિસ્ચાર્જ બાદ બાકીના રૂપિયા માટેનો ક્લેઇમ એ કહીને નકારાયો હતો કે 4 વર્ષ અગાઉથી વીમેદારને હાઇપરટેન્શન છે. 4 વર્ષ પૂર્વેની રકમના આધારે જ ચૂકવણી થાય.

અન્ય સમાચારો પણ છે...