તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:સુરતમાં ચાર વર્ષની બાળકીની શારીરિક છેડતી કરનારને કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાળકી સાથે છેડતી કરનાર પ્રકાશ(ફાઈલ તસવીર)ને કોર્ટે કારાવાસ અને દંડની સજા કરી છે. - Divya Bhaskar
બાળકી સાથે છેડતી કરનાર પ્રકાશ(ફાઈલ તસવીર)ને કોર્ટે કારાવાસ અને દંડની સજા કરી છે.
  • આરોપીને સજાની સાથે એક હજારનો દંડ ફટકારવામાં આવ્યો

જ્હાંગીરપુરા વિસ્તારમાં પાડોશમાં રહેતી ચાર વર્ષની બાળકી સાથએ શારીરિક છેડતી કરનાર આરોપીને કોર્ટે સજા સંભળાવી છે. આરોપીને તકસીરવાર ઠેરવીને કોર્ટે ત્રણ વર્ષની સજા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વર્ષ 2019માં પ્રકાશ ઉર્ફે સુખા રાઠોડ નામના આરોપીએ પાડોશમાં રહેતી ચાર વર્ષની બાળકીની છેડતી કરેલી. બાળકીને પ્રકાશ પીંખી નાખે તે પહેલા માતા પહોંચી જતા બાળકી બચી ગઈ હતી. છેડતી વખતે પ્રકાશ નગ્ન હાલતમાં મળી આવેલો. બાળકી તરફથી એડી. સરકારી વકીલ કિશોર રેવલિયાએ દલીલો કરેલી જેને કોર્ટે માન્ય રાખીને આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારવાની સાથે હજાર રૂપિયાનો દંડ કર્યો છે.

બાળકો જાતિય શોષણનો ભોગ વધુ બનતા હોવાનું તારણ
આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ હોય તેવું સામે આવ્યું નથી. આરોપી સામે જે ગુનો પુરવાર થયો છે તેમાં ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 360 કે પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટની જોગવાઈનો લાભ આપવો ઉચિત અને ન્યાયી કોર્ટને જણાયો નથી. હાલમાં દિનપ્રતિદિન નાની વયના કુમળા બાળકો સાથે તેમના પરિચીત દ્વારા અને નજીકના સગાઓ દ્વારા જાતિય શોષણના કેસમાં વધારો થયો છે. આવા ભોગ બનનારના માતા-પિતા સમાજમાં ભોગ બનનારની આબરૂ ન જાય તેવા કારણોસર ફરિયાદ કરતા નથી. જેથી આવા ગુનાઓમાં કોઈ પણ પ્રકારની હળવાશ રાખવી જોઈએ નહી આ તમામ હકીકત ધ્યાને લેતા આરોપીને મહતમ સજા ન કરતા ત્રણ વર્ષની સજા કરવામાં આવી છે. એક હજાર દંડ આરોપી ન ભરે તો છ માસની કેદની વધુ સજા કરવામાં આવી છે.

બાળકી રડતા સમગ્ર મામલો સામે આવ્યો
સરકારી વકીલ કિશોર રેવલિયાએ જણાવ્યું હતું કે, 7-8-2019ના રોજ સાંજે છ વાગ્યે જ્હાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. બાળકી બાળમંદિરમાં અભ્યાસ કરતી અને ઘર પાસે રમતી હતી ત્યારે પડોશી પ્રકાશના ઘરે ગઈ હતી. ત્યારે પ્રકાશે જાતિય ઈચ્છા સંતોષવા દુષ્કૃત્ય કરવાના ઈરાદે પોતાના અને બાળકીના કપડા કાઢી નાખ્યા હતાં. બાદમાં બાળકી રડતા તેની માતા આવી ગઈ હતી. બાદમાં બાળકીના માતાએ પ્રકાશને તમાચા મારી દીધા હતાં. આ દરમિયાન લોકો આવી જતા લોકોએ માર મારી પોલીસ હવાલે કર્યો હતો. ત્યારબાદ આ કેસની કાર્યવાહી ચાલી જતાં સ્પેશિયલ કોર્ટ(પોક્સો)ના જજ કાલાએ આજે આરોપીને દંડ અને સજા ફટકાર્યા છે. કેસની કાર્યવાહી વીડિયો કોન્ફરન્સથી આજે પૂર્ણ થઈ છે.