આદેશ:અકસ્માતના 24 લાખની અરજી સામે કોર્ટે 25.40 લાખ અપાવ્યા

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

આઠ વર્ષ અગાઉ બમરોલી ખાતે થયેલાં અકસ્માતમાં મોતને ભેટનારા યુવકના પરિવારે કોર્ટમાં કરેલાં અકસ્માત વળતર ધારા હેઠળ કેસ કર્યો હતો. જેમાં કોર્ટે રૂપિયા 25.40 લાખ ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. કેસની વિગત મુજબ ઉમા ઇન્ડસ્ટ્રીઝમાં બીમ ઓપરેટર તરીકે કામ કરતા સુભાષ ગીરાસે તા. 12મી જુલાઇ 2014ના રોજ પોતાની મોપેડ પર સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે બમરોલી ચાર રસ્તા ખાતે ટેમ્પા ચાલકે ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.

કોર્ટમાં આ અંગે કેસ કરાતા દલીલો કરાવામાં આવી હતી કે, મરનાર દર મહિને રૂપિયા 16 હજાર કમાતા હતા. પરિવારે રૂપિયા 24 લાખ વળતર ચૂકવવાની અરજી કરવામાં આવી હતી. દલીલો બાદ જજ પી.એસ.દવેની કોર્ટે રૂપિયા 25.40 લાખ ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...