ગુજરાત રાજ્ય કમિશનનો મહત્ત્વનો ચુકાદો:દર્દીએ રોકડા આપતાં રદ થયેલો વીમો કોર્ટમાં મંજૂર, પેમેન્ટ બાદ ટેક્સની જવાબદારી તબીબની: કોર્ટ

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય કમિશને આપેલા એક મહત્વના ચુકાદામાં સારવાર બાદ ડોકટરને અઢી લાખ રોકડા ચૂકવવાના કેસમાં વીમા કંપનીએ રોકડા કેમ ચૂકવ્યા એવો સવાલ ઉઠાવ્યો હતો. જો કે આ પેમેન્ટ માન્ય રાખીને અરજદાર દર્દીને અઢી લાખ ચૂકવવાની અરજી કોર્ટે મંજૂર કરી હતી. ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈએ દલીલો કરી હતી.

સ્ટેટ કમિશને નોંધ્યું હતું કે પેમેન્ટ લેનાર વ્યક્તિ પોતે લીધેલી રકમ પર તેમની આવકના આધારે ટેક્સ ચૂકવવાની જવાબદારી પેમેન્ટ લઇને રસીદ આપનારી વ્યક્તિની છે. જો તેમણે કોઈ ગુનાહિત કૃત્ય કરેલું હોય, સરકારના નિયમનો ભંગ કર્યો હોય તો તેના પરિણામો રસીદ આપનાર વ્યક્તિએ ભોગવવાના રહે. જેથી ચેક કે રોકડનું મહત્વ રહેતું નથી.

આ કેસમાં વીમા કંપનીએ દલીલ કરી હતી કે, જે રિસિપ્ટ રજૂ કરવામાં આવી છે તેમાં રેવન્યુ સ્ટેમ્પ લગાડવામાં આવી નથી. વીમા પોલિસીની શરતો પ્રમાણે 10 હજારથી વધારે રૂપિયાનું પેમેન્ટ રોકડેથી ચૂકવ્યું હોય તો 10 હજારથી વધુની રોકડ રકમનો ક્લેઇમ વીમા કંપની ચૂકવશે નહીં.

અન્ય સમાચારો પણ છે...