તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નેશનલ એજયુકેશન પોલિસી પ્રમાણે વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ ભવિષ્ય માટે યુનિવર્સિટીનો સૌથી મોટો ફાળો રહેશે. અત્યારે દરેક માટે સૌથી મોટી ચેલેન્જ ટેકનોલોજી છે. ઓનલાઈન પરીક્ષામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. જેથી દરેક વિદ્યાર્થીઓને ફાયદો થાય એ રીતે યુનિવર્સિટીએ ફેરફાર કરવાની જરૂર છે. દરેક વિદ્યાર્થીઓને દરેક વસ્તુ શીખવાની તક મળવી જોઈએ.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નેશનલ એજયુકેશન પોલિસી વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રો એ.યુ.પટેલ, પ્રો. નવીન શેઠ અને મુકુલ કાંતિકરે આ વાત કરી હતી.
મૂલ્યો આધારિત શિક્ષણ મળવું જોઈએ : પ્રો પટેલ
અત્યારની પદ્ધતિ એવી છે કે વિદ્યાર્થી બિમારીના કારણે, આર્થિક પરિસ્થિતિના કારણે અથવા કોઈપણ અન્ય કારણસર કોલેજ છોડી દે તો સાતથી આઠ વર્ષ પછી પરત ડિગ્રી લેવી હોય તો તેણે ફરી પહેલેથી શરૂઆત કરવી પડે છે. તેને ભણેલા વર્ષ ગણાતા નથી. આ પદ્ધતિમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તે શ્રેષ્ઠ છે કે વિદ્યાર્થી ફ્રી એક્ઝિટ- ફ્રી એન્ટ્રીની પદ્ધતિ સાથે વિદ્યાર્થી કયારેય ફરી દાખલ થઈ શકે અને તેણે જેટલા વર્ષ પૂર્ણ કર્ય હોય તેનું સર્ટીફિકેટ મળે તેમજ સાથે એવી સ્કીલ મૂકી હોય કે વિદ્યાર્થી પહેલા વર્ષના આધારે નોકરી કરી શકે, ધંધો કરી શકે અથવા બીજા વર્ષમાં ડિપ્લોમા કરી શકે અને ત્રીજા વર્ષમાં ડિગ્રી કરી શકે.
તેમજ વિદ્યાર્થી પહેલા વર્ષથી જ રિસર્ચ માટેના એલિમેન્ટ્સ શીખી શકે અને ચોથા વર્ષે તે લગભગ રીસર્ચ માટે તૈયાર થઈ જાય. જેથી વિદ્યાર્થીનું અલગથી વર્ષ ન બગડે એવી નીતિ મુકવામાં આવી છે. આપણી યુનિવર્સિટીને એ રીતે તૈયાર કરવાની છે કે પરદેશમાં પણ પોતાનું કન્ટ્રીબ્યુશન આપી શકે. અત્યારસુધી પરદેશની યુનિવર્સિટીઓ આપણને તેમનું કંન્ટ્રીબ્યુશન આપતી રહી છે. મૂલ્યો આધારિત શિક્ષણ બને તે રીતના ફેરફારો જરૂરી છે.
શિક્ષણનીતિમાં ઈન્ટર્નશિપ વિશે કહેવામાં આવ્યું છે જે ઈન્ડસ્ટ્રીને ઈન્વોલ્વ કરવાનું કહી રહી છે. જેના માટે યુનિવર્સિટીએ કામ કરવુ જોઈએ. નીતિ મુજબ દરેક જિલ્લામાં મલ્ટીડિસીપ્લીનરી કોલેજ હોવી જોઈએ. વિદ્યાર્થીઓનો અનેક વસ્તુનો અનુભવ થાય તે પ્રકારની ઈન્ટર્નશિપ કરાવવી જોઈએ.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.