તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાઇરસનું સંક્રણ અટકવાનું નામ ન લેતા સરકાર લોકડાઉન વધારી રહી છે. ત્યારે સુરતમાં રહેતા અને માર્ચ મહિનામાં લગ્ન કરી હનીમૂન માટે ગયેલું મોરેશિયલ ગયેલું મકવાણા પરિવારનું કપલ છેલ્લા બે મહિનાથી ફસાયું છે. આ કપલ પાસે ખાવા પીવા માટે સામાન કે પૈસા નથી ત્યારે આ કપલ દ્વારા સરકાર પાસે મદદની ગુહાર લગાવી અને તેઓને સ્વદેશ પાછા લાવવા માટે મદદની માંગ કરી છે.
લગ્ન બાદ 6 દિવસ માટે મોરેશિયલ ગયેલા
વરાછા વિસ્તારમાં રહેતા વિકી મકવાણાના લગ્ન 12 માર્ચના રોજ થયા હતાં.લગ્ન બાદ આ કપલ હનીમૂન માટે સુરતથી ગત તારીખ 17 માર્ચના દિવસે મોરેશિયસ જવા નીકળ્યા હતા. તેમની 18 માર્ચથી 24 માર્ચ સુધીનું હોટલમાં બુકિંગ હતું. જોકે આ કપલ હનીમુન માટે ગયા બાદ 24 તરીકે હોટલ છોડીને ભારત આવવા માટે એરપોર્ટ પર ગયા ત્યારે ખબર પડી કે ભારતમાં લોકડાઉન હોવાને લઇને તમામ ફ્લાઇટ બંધ રાખવામાં આવી છે.
મકાન ભાડે રાખીને લોકડાઉન ખુલવાની રાહ જોઈ
ભારતમાં પહેલા તબક્કાનું લોકડાઉન 29 માર્ચ સુધી હોવાને લઈને આ કપલ દ્વારા એક મકાન ભાડે રાખવામાં આવ્યુ હતું. જોકે ભારતમાં કોરોના લઈને તબક્કા વાર લોકડાઉન વધતું ગયું અને આ કપલ ત્યાં ફસાઈ ગયું છે. પોણા બે મહિનાથી આ કપલ ભારત પરત ફરવા માટે સતત મદદ માંગી રહ્યુ છે. ત્યારે હવે આ કપલ પાસે ખાવાનો સમાન નથી અને રૂપિયા પણ પુરા થઈ ગયા છે તેવામાં હવે આ કપલ વંદે ભારત મિશન હેઠળ ભારત પરત ફરવા માટે દેશના વડાપ્રધાન મોદી અમિત શાહ, મહારાષ્ટ અને ગુજરાતનાં સીએમને સતત ટવિટ કરીને મદદ માંગી રહ્યા છે ત્યારે તેમને મદદ નહિ મળતા તેઓએ વીડિયો મારફતે પોતાની વ્યથા સરકાર સુધી પહોંચાડી હતી અને સરકાર તેમને જલ્દીથી જલદી મદદ કરી સ્વદેશ પરત લાવે તેવી માંગ કરી રહ્યાં છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.