અપરાધ:વેશ્યાવૃત્તિ કેસમાં દંપતિ 5 દિવસના રિમાન્ડ પર, સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પૂણા પોલીસ મથકમાં નોંધાયેલાં સગીરાના અપહરણ-બળાત્કાર અને વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલવાના કેસમાં આરોપી પતિ ઝાકીર ઉર્ફે સમીર ઇસ્માઇલ અને પત્ની સના ઉર્ફે સુમૈયાના પાંચ દિવસના રિમાન્ડ  મંજૂર કરાયા છે. સરકાર તરફે એપીપી દિપેશ દવેએ દલીલો કરી હતી. તા. 29મી ફેબ્રુઆરીના રોજ રાત્રે 9 કલાકે 14 વર્ષીય સગીરા ઘરેથી રૂપિયા 20 લઇને શેમ્પુ લેવા જાઉં છું કહીને નિકળી હતી. ત્યારબાદ તેણીની કોઈ ભાણ મળી ન હતી અને છેક ત્રણ મહિના બાદ તા. 21મી મેના રોજ સગીરાએ તેની માતાને કોલ કરી ‘ હું અહીં ફસાઇ ગઈ છું ’ એવો મેસેજ આપ્યો હતો. જે મોબાઇલ લોકેશનના આધારે આરોપી ઝાકીરની ધરપકડ થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી ઝાકીર ઉપરાંત ઐયુબ અને ઇર્શાદે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. દંપતીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.  

અન્ય સમાચારો પણ છે...