તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:મગદલ્લા પાસે ઓવરટેક કરવા જતાં બાઈક ટ્રકમાં ઘુસી જતાં કપલનું મોત

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક પંકજ અને ભાવના - Divya Bhaskar
મૃતક પંકજ અને ભાવના
  • ઉધનાનું કપલ ડુમસથી પાછું ફરી રહ્યું હતું, 21 દિવસ પહેલાં સગાઇ થઇ હતી

ડુમસથી પરત ફરી રહેલાં ઉધનાના ફિયાન્સ-ફિયાન્સીનું બાઇક મગદલ્લા ચોકડી પાસે બુધવારે સાંજે ઓવરટેક કરવા જતાં ટ્રકના પાછલા વ્હીલમાં ઘુસી જતા બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી. ટૂંકી સારવાર બાદ બંનેના મોત થયાં હતાં. 21 દિવસ પહેલાં બંનેની સગાઈ થઈ હતી.

નંદુરબારના આમલાડગામે રહેતા અને ઉધનામાં ભાઈને ત્યાં રહેવા ે આવેલા 25 વર્ષીય પંકજ મહેન્દ્ર સાળી તેની 25 વર્ષીય ફિયાન્સી ભાવના દિલીપ સાતપુત્રે સાથે ડુમસ ફરવા ગયો હતો. પંકજ સાથે તેનો ભાઈ અક્ષય અને અન્ય બે મિત્રો પણ ગયા હતા. બપોરે 3 વાગ્યે ઘરે ફરતા સમયે એસકે નગર ચોકડી પાસે ઓવર ટેક કરવા જતાં પંકજની બાઇક ટ્રકના પાછલા વ્હીલમાં ઘુસી જતાં બંને પરથી ટ્રકનું વ્હીલ ફરી ગયું હતું. બંનેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બન્નેના મોત થયાં હતાં. બનાવ અંગે ઉમરા પોલીસ તપાસ કરી રહી છે. પંકજની મોબાઇલની દુકાન છે. ભાવના એલએલબીનો અભ્યાસ કરતી હતી.

‘TRBથી બચવા બ્રિજ નીચેથી જતાં અકસ્માત’
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મગદલ્લા ચોકડી પર ટીઆરબી જવાન હોવાથી ચાલકે ઓએનજીસી બ્રિજ તરફ બાઇક લઇ લીધી હતી. પછી બ્રિજના છેડા પાસેથી યુ-ટર્ન મારી પાછો બ્રિજની નીચેથી સુરત જવા માટે નીકળ્યો હતો. એટલામાં ચોકડી પાસે ઓવરટેક કરવામાં ટ્રકના પાછલા વ્હીલમાં બંને આવી ગયા હતા. ખરેખર ઍક્સિડન્ટ કેવી રીતે થયું તે બાબતે પોલીસ સીસીટીવી કેમેરાની તપાસ કરે તો સાચી હકીકતો બહાર આવી શકે છે. આ બાબતે ટ્રાફિક પોલીસના ડીસીપી પ્રશાંત સુમ્બે સાથે વાત કરતા તેમણે આ વાત તેમના ધ્યાને ન હોવાથી તપાસ કરાવવાનું કહ્યું હતું.

આજીજી કરવા છતાં પોલીસે મદદ ન કરી
અમે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે 108ને આવવામાં મોડુ થયું હતું. ચોકડી પર તેનાત પોલીસની ગાડી હતી, જેમને મેં સારવાર માટે લઈ જવા આજીજી કરી છતાં પોલીસે મદદ ન કરી, ઉપરથી એવુ કહ્યું કે 108 એમ્બ્યુલન્સ આવે છે. છેવટે 10 થી 15 મિનિટ પછી પ્રાઇવેટ કારમાં હું બંનેને સારવાર માટે લઈ ગયો હતો. > અક્ષય સાળી, મૃતકનો ભાઈ

અન્ય સમાચારો પણ છે...