• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Counting Of Votes In 407 Gram Panchayats Of Surat District, Counting Of Ballot Papers Started In The Presence Of Candidates Amid Tight Police Security.

ગ્રામ પંચાયતનું પરિણામ LIVE:રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ સમર્થિત સરપંચની હાર, 391માંથી 100 વિજેતા સરપંચ જાહેર

સુરત5 મહિનો પહેલા
મતગણતરી સ્થળ પર જ વિજેતા ઉમેદવારોએ ખુશી વ્યક્ત કરી હતી.
  • 391 સરપંચ અને 2539 વોર્ડ સભ્યો માટે રવિવારે યોજાયેલી ચૂંટણીની મતગણતરી

સુરત જિલ્લા પંચાયતની 407 ગ્રામ પંચાયતની 391 સરપંચ અને 2539 વોર્ડ સભ્યો માટે રવિવારે યોજાયેલી ચૂંટણીની મતગણતરી આજે શરૂ થઈ છે. સુરત જિલ્લાના 9 તાલુકાના નવ મતગણતરી વિસ્તારના 92 કેન્દ્રો પર ગણતરી માટેની વ્યવસ્થા કરાઈ છે. 212 ટેબલ પર ગણતરી માટે કુલ 1808 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ઉમેદવારોની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બેલેટ પેપરની ગણતરી શરૂ કરાઈ છે.ચોર્યાસી તાલુકાના વેડછાના રૂખીબેન દેસાઈ 207 મતથી વિજયી થયાં છે.ઓલપાડના કન્યાસી ગામે કોમલ મૈસૂરિયા વિજેતા જાહેર કરાયા છે.ઓલપાડના દેલાડમાં વિણાબેન પટેલ વિજેતા જાહેર થયા છે. અત્યાર સુધીમાં કુલ 100 સરપંચને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે હજુ 291 સરપંચની બેઠકનું પરિણામ આવવાનું બાકી છે.

મંત્રી સમર્થિત ઉમેદવારની હાર
ઓલપાડના નધોઇ ગામની મત ગણતરીમાં રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ સમર્થિત સરપંચની હાર થઈ હતી. મુકેશ પટેલ સમર્થિત કરીશ્મા પટેલનો 8 મતથી પરાજય થયો હતો. તેમને 360 મત મળ્યા હતાં જ્યારે સામેના ઉમેદવાર ગીતાબેન પટેલને 368 મત મળ્યા હતાં.આમ 8 મતથી ગીતાબેન પટેલની જીત થઈ હતી અને મંત્રી મુકેશ પટેલ સમર્થિત સરપંચની હાર થઈ હતી.

ઉમેદવારોના સમર્થમાં લોકોના ટોળા ગણતરી સ્થળ પર ઉમટ્યાં હતાં.
ઉમેદવારોના સમર્થમાં લોકોના ટોળા ગણતરી સ્થળ પર ઉમટ્યાં હતાં.

92 કેન્દ્રો માટે 1808 કર્મચારીઓ તૈનાત
જેમાં 102 ચુંટણી અધિકારી તેમજ 102 મદદનીશ ચૂંટણી અધિકારીઓ સર્વેલન્સ કરશે. આ સાથે 868 મતગણતરી સ્ટાફ, 358 પોલીસ સ્ટાફ, 103 આરોગ્ય સ્ટાફ તેમજ વર્ગ-4ના 275 કર્મચારીઓનો સમાવેશ થશે. માંડવી તાલુકામાં સૌથી વધુ 75 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. જ્યારે ચોર્યાસી તાલુકામાં સૌથી ઓછી 22 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.

ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરી કરવામાં આવી રહી છે.
ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરી કરવામાં આવી રહી છે.

આ સેન્ટર પર મતગણતરી શરૂ
ચોર્યાસી તાલુકામાં એસ.વી.પી.સ્કૂલ, લેક વ્યું ગાર્ડનની સામે, પીપલોદ, સુરત ખાતે, ઓલપાડ તાલુકામાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, હાથીસા રોડ, ઓલપાડ ખાતે, કામરેજ તાલુકામાં આર્ટસ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, ખોલવડ ખાતે, પલસાણામાં ડી.બી.હાઇસ્કુલ, પલસાણા ખાતે, બારડોલી તાલુકામાં બી.એ.બી.એસ.હાઇસ્કુલ, બારડોલી, મહુવા તાલુકામાં ગવર્નમેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, કાછલ, મહુવા ખાતે, માંડવી તાલુકામાં માંડવી એજ્યુકેશન ટ્રસ્ટ, પ્રાથમિક વિભાગ, માંડવી ખાતે, માંગરોળ તાલુકામાં એસ.પી.એમ. મદ્રેસા હાઇસ્કુલ, માંગરોળ ખાતે અને ઉમરપાડા તાલુકામાં સરકારી વિનયન કોલેજ, ઉમરપાડા ખાતે મતગણતરી શરૂ થઈ છે.

વિજેતાના નામ
જીલ્લો: સુરત
તાલુકો:ઓલપાડ
ગામ: કન્યાસી
વિજેતા સરપંચ: કોમલ મૈસૂરિયા

જીલ્લો: સુરત તાલુકો:ઓલપાડ ગામ: ઉમરાછી વિજેતા સરપંચ: જીજ્ઞાસા સોલંકી.. 261 મતથી વિજેતા

જીલ્લો: સુરત તાલુકો:ઓલપાડ ગામ: એરથાણ વિજેતા સરપંચ: સ્વીટી જયેશ કંઠારીયા

જીલ્લો: સુરત તાલુકો:ઓલપાડ ગામ: કોસમ વિજેતા સરપંચ:સીમા પરેશ પટેલ

જીલ્લો: સુરત તાલુકો:ઓલપાડ ગામ: અછારણ વિજેતા સરપંચ: જલ્પા ચિંતન પટેલ

જીલ્લો: સુરત તાલુકો:ઓલપાડ ગામ: ખોસાડીયા વિજેતા સરપંચ: પ્રમોદ ગણપત પટેલ

જીલ્લો: સુરત તાલુકો:ઓલપાડ ગામ: કોબા વિજેતા સરપંચ: દિલીપ જયંતિ પટેલ

જીલ્લો: સુરત તાલુકો:ઓલપાડ ગામ: દેલાડ વિજેતા સરપંચ: વિનાબેન ભવિનભાઈ પટેલ

સભ્યપદ
તાલુકાકુલ બેઠકજાહેર થયેલબિન હરિફખાલી બેઠકપરિણામ બાકી
બારડોલી598403069243
ઉમરપાડા2762292243
માંડવી63251737501
ઓલપાડ732042420288
ચોર્યાસી2324289596
મહુવા462601788216
માંગરોળ480269914116
કામરેજ46002683189
પલસાણા3885421412108

​​​​​​​

સરપંચ
તાલુકાકુલ બેઠકજાહેર થયેલબિન હરિફખાલી બેઠકપરિણામ બાકી
બારડોલી69726036
ઉમરપાડા3330030
માંડવી76121063
ઓલપાડ85027157
ચોર્યાસી2567012
મહુવા54137034
માંગરોળ55423010
કામરેજ51011040
પલસાણા44171809

​​​​​​​