તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબી નકલી રેમડેસિવિર કૌભાંડ:તેલંગણાની કંપનીના નામના નકલી રેમડેસિવિર વડોદરા-મહેસાણામાં પણ વેચાયાનો ઘટસ્ફોટ

સુરત15 દિવસ પહેલા
પોલીસે ડુપ્લિકેટ ઈન્જેક્શન બનાવનારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
 • સૂત્રધાર કૌશલ વોરા પાસેથી નકલી રેમડેસિવિર લઈ સુરતમાં વેચનારો અડાજણનો આધેડ 138 વાયલ સાથે ઝડપાયો
 • મોરબી પછી સુરતમાં વધુ એક ગુનો નોંધાયો
 • ઈન્જેક્શન લેવા આવ્યા છીએ તેવું કહી ક્રાઈમ બ્રાંચે આધેડને તેના ઘરેથી જ ઝડપી લીધો

ઓલપાડના પિંજરત ગામના ફાર્મ હાઉસમાં બનેલા અને તેલંગણાની કંપનીના માર્કો લગાવેલા નકલી રેમડેસિવર બનાવનારા કૌશલ જૈને જયદેવસિંહ વેલુભા ઝાલા(50)(રહે,સીએમ રેસીડન્સી, પરશુરામ ગાર્ડન પાસે, અડાજણ,મૂળ રહે.સુરેન્દ્રનગર)ને પણ ઈન્જેક્શન સપ્લાય કર્યા હતા. શનિવારે મોડી રાત્રે સુરત ક્રાઈમ બ્રાંચે જયદેવસિંહને ઝડપી પાડ્યો હતો.

પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સમગ્ર કૌભાંડ અંગે વિગતો આપી હતી.
પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સમગ્ર કૌભાંડ અંગે વિગતો આપી હતી.

કૌશલે બનાવેલા નકલી રેમડેસિવિર સુરત, અમદાવાદ, મોરબી જ નહીં વડોદરા અને મહેસાણામાં પણ સપ્લાય થયાનો ઘટસ્ફોટ થયો છે. જયદેવ પાસેથી પોલીસે 38400ની કિંમતના 8 નકલી રેમડેસિવિર કબજે લીધા હતા. અસલી છે કે નકલી તે જાણવા માટે પોલીસે ખોરાક અને ઔષધ નિયમન કચેરીના નિયામક સંદિપ પટેલને સ્થળ પર બોલાવી ઓરિજિનલ ઈન્જેક્શન સાથે સરખામણી કરાવી હતી. જેમાં જયદેવસિંહ પાસેથી મળેલા ઈન્જેક્શન નકલી હોવાનું બહાર આવ્યું છે. મુખ્ય આરોપી કૌશલ જયદેવસિંહને ઇન્જેક્શન રૂ.3500ના ભાવે આપતો અને જયદેવસિંહ 4500માં વેચતો હતો.

સુરતમાં જયદેવસિંહ ઝાલાએ 134 પૈકી 126 નકલી રેમડેસિવિર ઈન્જેક્શન વેચ્યા હતા. જયદેવે સુરત સિવાય વડોદરા, અંકલેશ્વર અને મોરબીમાં પણ વેચાણ કર્યાનું સામે આવ્યું છે.હાલમાં આરોપી જયદેવ 10 દિવસના રિમાન્ડ પર છે.

પોલીસે આરોપીને ઝડપી લઈને ડિટેક્શન આપ્યું હતું.
પોલીસે આરોપીને ઝડપી લઈને ડિટેક્શન આપ્યું હતું.

જયદેવસિંહ 3500માં કૌશલ પાસેથી ઈન્જેક્શન લેતો અને દર્દીઓને 4000માં વેચતો હતો
આરોપી જયદેવસિંહ ઝાલા મુંબઈમાં રહેતો હતો. પછી તે મુંબઈથી વડોદરા રહેવા ગયો હતો. વડોદરામાં તે ગોલ્ડ લોનમાં એજન્ટ તરીકે કામ કરતો હતો. છેલ્લા દોઢ વર્ષથી તે વરાછામાં મીના ગોલ્ડ લોનની ઓફિસમાં એજન્ટ તરીકે કામ કરી રહ્યો હતો. તેના ભાઈઓ પણ ગોલ્ડ લોનનું કામ કરતા હોવાથી તે પણ ગોલ્ડ લોનમાં લાગી ગયો હતો. સુરતમાં અડાજણમાં તે ભાડેથી રહેતો હતો. ડીસીબીની ટીમે તેના ઘરે અને વરાછામાં આવેલી ઓફિસે તપાસ કરી હતી. જેમાં લોન લેનાર લોકોના ડોક્યુમેન્ટ સિવાય બાકી કશું મળ્યું ન હતું.

વર્ષ પહેલા કૌશલે ગોલ્ડ લોન લીધી ત્યારે જયદેવના સંપર્કમાં આવ્યો
સૂત્રધાર કૌશલ વ્હોરાએ વર્ષ પહેલા ગોલ્ડ લોન લીધી હતી. તે વખતે જયદેવસિંહ સાથે મિત્રતા થઈ હતી. હાલમાં જયદેવને તેના મિત્ર માટે રેમડેસિવિરની જરૂર પડતા કૌશલનો સંપર્ક કર્યો પછી કૌશલે તેને કમાવવા નકલી ઇન્જેક્શન આપ્યા હતા. જયદેવસિંહ દર્દીના સગા પાસેથી ઈન્જેક્શન પર 1 હજાર કમિશન લેતો હતો.

જયદેવ ગોલ્ડ લોન પર ઉંચુ વ્યાજ વસૂલતો
બેંકમાંથી જેણે ગોલ્ડ લોન લીધી હોય તેવા લોકોને આરોપી જયદેવસિંહ ગોલ્ડ છોડાવી આપતો હતો. પછી પોતે ગોલ્ડ લોન આપતો હતો. જેમાં લોનધારકને લોનની રકમ ઓછી કરી ગોલ્ડ જે બેંકમાંથી છોડાવ્યું હોય તે પોતાની પાસે રાખી લેતો હતો. તેના બદલામાં આરોપી ઝાલા ઊચું વ્યાજ પણ વસૂલતો હતો.

પોલીસે ડુપ્લિકેટ ઈન્જેક્શનના જથ્થાને કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે ડુપ્લિકેટ ઈન્જેક્શનના જથ્થાને કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

તેલંગણાની કંપનીના નકલી ઈન્જેક્શન હતા
અડાજણ ખાતે જયદેવ સિંહ પાસેથી પોલીસે 138 વાયલ રિકવર કરી હતી. જ્યારે 8 ઈન્જેક્શન પણ તેના ઘરમાંથી મળી આવ્યા હતા. આ નકલી ઈન્જેક્શનના બોક્સ પર તેલંગણાની કંપનીનો માર્કો લગાવાયો હતો. જેથી ક્રાઈમ બ્રાંચે આ કંપનીના સુરત ખાતેના અધિકારીને બોલાવી ઈન્જેક્શનની ખરાઈ કરી હતી. જેમાં નકલી સ્પષ્ટ થતા જયદેવસિંહની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો