કડક કાર્યવાહી:કોસ્મેટિકના વેપારીઓને ત્યાં GSTની તપાસ શરૂ, લગ્નસરાની સિઝનને પગલે કાર્યવાહી

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોરોના સમયે સારો એવો વકરો કરનારા અને હાલ લગ્નસરાની સિઝન દરમિયાન ધૂમ વેચાણ કરી રહેલાં કોસ્મેટિક્સના વેપારીઓ ફરતે જીએસટીએ ગાળિયો કસ્યો છે. અધિકારીઓ હાલ દુકાનો પર જઇને સ્ટોક સહિતની વિગતો મેળવી રહ્યા છે. આવનારા સમયમાં કડક કાર્યવાહી થાય એવી શક્યતા છે. જીએસટીના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, બોગસ બિલિંગ પર કાબૂ મેળવવા હાલ જે નંબરો ઇશ્યુ કરાયા છે તેમાં સ્પોટ વિઝિટ ચાલું છે. ખાસ કોઈ અભિયાન શરૂ કરાયુ નથી.

બિલ વગરનું વેચાણ વધુ
અધિકારીઓના ધ્યાને આવ્યું કે, બિલ વિનાના વેચાણના લીધે જોઇએ એટલો ટેક્સ આવતો નથી. જેથી હાલ કેટલીક જગ્યાએ સ્પોટ વેરિફિકેશન કરાઈ રહ્યું છે. બિલ વિના વેચાણ થતા વ્યવહાર ચોપડે નોંધાતા નથી.

અનાજ-કઠોળ પર ટેક્સ નથી
કરિયાણાના વેપારીઓના ખરીદ-વેચાણના આંકડા પણ ચકાસવામાં આવી રહ્યા છે. આમ, તો અનાજ-કઠોળ પર ટેક્સ નથી, પરંતુ કરિણાયામાં વેચાતી અન્ય આઇટમો પર ટેક્સ હોવાથી ચકાસણી ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...