પ્રદૂષણ બોર્ડના બાબુઓનો ભ્રષ્ટાચાર:કેમિકલનું ટેન્કર ઠાલવવાના 1થી 25 લાખ સુધીનો ભાવ, વહિવટકર્તાઓ અને GPCBના અધિકારિઓએ સચિન GIDCને ડમ્પિંગ હબ બનાવ્યું

સુરત11 દિવસ પહેલા
સચીન જીઆઈડીસીના પૂર્વ સેક્રેટરી મયુર ગોળવાલાએ તંત્ર પર ગંભીર આરોપો લગાવ્યાં હતાં.
  • સત્તાધારીઓની રહેમ નજરે સુરતની સચિન જીઆઈડીસીમાં ગેરકાયદે કેમિકલ ઠાલવાય છે-મયુર ગોળવાલા

સુરતની સચિન જીઆઈડીસી જાણે ઝેરી કેમિકલ યુક્ત પ્રવાહી ઠાલવવાથી 6ના મોત અને 23ની હાલત ગંભીર થઈ છે. આ વિસ્તાર કેમિકલ ઠાલવવાનું ડમ્પિંગ સ્ટેશન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.સમયાંતરે સચીન જીઆઇડીસી વિસ્તારમાં જોખમી કેમિકલ રાતના અંધારામાં આવીને ઠાલવીને ફરાર થઈ જાય છે. પરંતુ આની પાછળ સચીન જીઆઈડીસીના સત્તાધીશો જવાબદાર છે. જીઆઇડીસીમાં કેમિકલ ન ઠાલવવામાં આવે તે માટે સચીન જીઆઈડીસીના પૂર્વ સેક્રેટરી મયુર ગોળવાલાએ અનેક વખત રજૂઆતો કરી છે. તેમ હોવા છતાં પણ ભ્રષ્ટાચારી અને કૌભાંડી સત્તાધીશો આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવામાં પરદા પાછળથી ભૂમિકા ભજવતા હોવાના આક્ષેપ ગોળવાલાએ કરતાં કહ્યું કે, ટેન્કર માટે 1થી 25 લાખ સુધીનો ભાવ લેવામાં આવે છે.

સત્તાધિશોના જ સુરક્ષા સાથે ચેડા
સચીન જીઆઈડીસીના પૂર્વ સેક્રેટરી મયુર ગોળવાલાએ જણાવ્યું કે, સચીન જીઆઇડીસી બોરી બામણીના ખેતર જેવું થઈ ગયું છે. ગમે તે વ્યક્તિઓ આવી શકે છે અને ગમે તે વ્યક્તિઓ જઈ શકે છે. કોઈપણ પ્રકારની સુરક્ષા અહીં જોવા મળતી નથી. આજથી ત્રણ વર્ષ પહેલા અઢી કરોડ રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા હતા. જેના થકી સમગ્ર જીઆઇડીસી ઉપર નજર રાખી શકાય. પરંતુ તે પણ છેલ્લાં બે વર્ષ કરતાં વધુ સમયથી બંધ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ જો સચિન જીઆઇડીસીની સુરક્ષા ન થતી હોય તો તેના માટે પછી કોને જવાબદાર માનવા. આ સત્તાધીશો જ ઉપાડ કરી રહ્યા છે અને જીઆઇડીસી રસ્તા અને સુરક્ષા સાથે ચેડા કરી રહ્યા છે.

ટેન્કર ખાલી કરાવવા માટે રૂપિયાની માગ થતી હોવાનું કહેવામાં આવ્યું છે.
ટેન્કર ખાલી કરાવવા માટે રૂપિયાની માગ થતી હોવાનું કહેવામાં આવ્યું છે.

ટેન્કરો ખાલી કરાવવાના ભાવ
સચીન જીઆઇડીસી વિસ્તારમાં આવતા ટેન્કરો ખાલી કરવાના ભાવ પણ અલગ અલગ છે. સાઠગાંઠ કરીને સત્તાધીશો ઝેરી કેમિકલ મેળવનાર કંપનીઓ સાથે સંપર્કમાં રહેતા હોય છે. જાણીને આશ્ચર્ય થશે કે, એક ઝેરી કેમિકલ યુક્ત ટેન્કર ઠાલવવાના લાખો રૂપિયા વસૂલવામાં આવે છે. આવા અનેક ટેન્કર અહીં ઠલવાતા હોય છે અને તેના લાખો રૂપિયાની કમાણી સત્તાધીશોને કરાવતા હોય છે. સીસીટીવી ચાલતા હોય તો કયું ટેન્કર ક્યાં આવે છે. અને તે શું કરે છે. તે જાણવાનું સરળ થઇ શકે. પરંતુ સત્તાધીશો જ નથી ઈચ્છતા કે, અહીં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બહાર પડે.

વારંવાર રજૂઆત કરાઈ
ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડ અને વારંવાર ફરિયાદ કરવા છતાં પણ તેઓ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકી શકતા નથી, સ્થાનિક જાણભેદુના સહારે આ પ્રકારની પ્રવૃત્તિઓ અને સતત વધી રહી છે. કારણ કે, જે લોકો આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે. તેમની સચીન જીઆઈડીસીના સત્તાધીશો નક્કર પગલાં લેતા નથી અને તેના કારણે તેઓ આવી ઘટનાઓને સતત અંજામ આપી રહ્યા છે. જેટલા કેમિકલ આ નિર્દોષ કામદારોના મોત માટે જવાબદાર છે એટલા જ સચીન જીઆઈડીસીના સત્તાધીશો પણ જવાબદાર છે. જો એમને યોગ્ય પગલાં લીધા હોત અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા સામે કડક હાથે કામગીરી કરી હોત તો આજે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વખત આવ્યો હોત.

કેમિકલ બહારના રાજ્યોમાંથી લાવીને અહિં છોડવામાં આવતું હતું.
કેમિકલ બહારના રાજ્યોમાંથી લાવીને અહિં છોડવામાં આવતું હતું.

પરપ્રાંતથી પણ કેમિકલ ઠલવાય છે
માત્ર રાજ્યના જ નહીં પરંતુ બહારથી પણ કેમિકલ અહિંયા કેમિકલ લાવવામાં આવતા હોય તો નવાઈ નહીં. ઘણા વર્ષો પહેલા પણ આ જ પ્રકારની ઘટના બની હતી. જેમાં ઝેરી કેમિકલ ઠાલવવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. જે તે સમયે ચોક્કસ પ્રકારના પગલાં લેવાય તો સ્વભાવિક રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકી શકાય પરંતુ હવે પછી પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સચિન જીઆઈડીસીમાં બંધ થશે. એવો હું અંગત રીતે માનું તો નથી. કારણ કે જો આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ થઈ જાય તો લાખો રૂપિયાની જે કમાણી જીઆઇડીસીના હાલના સત્તાધીશોને થઈ રહી છે તે થતી બંધ થઇ જશે. સચીન જીઆઈડીસીના સત્તાધીશો જ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા ઇચ્છતા નથી. એ સ્વાભાવિક રીતે આ પ્રકારની ઘટના બને ત્યારે દેખાઈ આવે છે તેમ વધુમાં ગોળવાલાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું.