તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોબાળો ભારે પડ્યો:સુરતમાં વેક્સિનેશન મામલે મેડીકલ ઓફિસર સાથે ઝપાઝપી કરનાર 'આપ'ના મહિલા કોર્પોરેટર અને તેના પતિની ધરપકડ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હોબાળો મચાવનાર મહિલા કોર્પોરેટર અને તેના પતિની ફાઈલ તસવીર. - Divya Bhaskar
હોબાળો મચાવનાર મહિલા કોર્પોરેટર અને તેના પતિની ફાઈલ તસવીર.
  • પુણા સીમાડાના અર્બન હેલ્થ સેન્ટર ઉપર વેક્સિનેશન મામલે હોબાળો મચાવ્યો હતો

સુરત શહેરના પુણા-સીમાડાના અર્બન હેલ્થ સેન્ટર ઉપર રવિવારે વેક્સિનેસનની ચાલતી કામગીરી દરમિયાનમાં ભારે હોબાળો મચાવી ઝપાઝપી કરી ડોક્ટર સહિતના સ્ટાફને તમે કામ કરતા નથી. અમારા ટેક્સમાંથી પગાર થાય છે. નોકરી છોડીને ચાલ્યા જાવો નહી તો હું તમારી બદલી કરાવી દઈશ તેવી ધમકી આપવા મામલે નોંધાયેલા ગુનમાં પોલીસે આપના મહિલા કોર્પોરેટર રચના હીરપરા અને તેના પતિની ધરપકડ કરી છે.

ડોઝ પૂરા થઈ ગયા છતાં હોબાળો મચાવ્યો
પુણા-સીમાડા અર્બન હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફિસર ડો.અંજલી મણીકાવાલા અને તેમનો સ્ટાફ ગત રવિવારે વેકિસનેશનની કામગીરી કરી રહ્ના હતો. ડોક્ટર તેમજ અન્ય સ્ટાફ ને ધમકી આપવાનું કોર્પોરેટરને ભારે પડ્યો છે.હેલ્થ સેન્ટર દ્વારા 100 વેક્સિનના ડોઝ આવ્યા હોવાથી 100 વ્યક્તિને વેક્સિન મુક્યા બાદ ડોઝ પુરો થઇ ગયો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. વેક્સિન મુકાવવા આવનાર પૈકી આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાએ તમે કામ કરતા નથી.અમારા ટેક્સના નાંણામાંથી તમારો પગાર થાય છે, હું બીજા માણસો બોલાવું છું કહી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો અને થોડીવારમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રચનાબેન હીરપરા તેના પતિ તથા અન્ય બે લોકો સાથે ઘસી આવ્યા હતા.

મેડિકલ ઓફિસર સાથે ઝપાઝપી પણ કરી હતી.
મેડિકલ ઓફિસર સાથે ઝપાઝપી પણ કરી હતી.

વીડિયો શુટિંગ પણ લેવાનો પ્રયાસ કર્યો હતો
મેડીકલ ઓફિસર ડો.અંકિતા મણીકાવાલાની ઓફિસમાં ઘુસી જઇ તમે લોકોને રસી કેમ નથી મુકતા એમ કહી શબ્દીક ટપાટપી કરી હતી. ડો.અંકિતાએ કોમ્પ્યુટર પર વેક્સિનના ડોઝ અંગેની માહિતી બતાવવા ઉપરાંત આજે બીજા ડોઝ નથી આવવાના એમ કહી સાચી સ્થિતીથી વાકેફ કર્યા હતા. પરંતુ કોર્પોરેટર રચનાએ કોમ્પ્યુટરમાંથી રેકોર્ડના ફોટો પાડવાનો અને તેમની સાથે આવનાર એક યુવાને મોબાઇલમાં વિડીયો શુટિંગ ઉતારવાનો ચાલુ કરતા તેમને અટકાવ્યા હતા. પરંતુ શુર્ટીંગ કરવાનું ચાલુ રાખતા ડો.અંકિતાએ મોબાઇલ લઇ લીધો હતો.

પોલીસે પતિ- પત્નીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે પતિ- પત્નીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

કોર્પોરેટર અને તેના પતિની ધરપકડ કરાઈ
કોર્પોરેટર રચના અને તેમના પતિ સહિતના ચારેય જણા ઉશકેરાઇ ગયા હતા અને ઝપાઝપી કરી કોર્પોરેટર રચનાએ તમે ડોક્ટરને લાયક નથી, નોકરી છોડીને ચાલ્યા જાવ અને તેના પતિએ હું તારી બદલાવી કરી દઇશ તેવી ધમકી ઉચ્ચારી હતી. બનાવને પગલે પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. બનાવ અંગે પોલીસે મહિલા કોર્પોરેટર, તેના પતિ અને અન્યો વિરુદ્ધ ગુનો દાખલ કર્યા બાદ આ કેસમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રચનાબેન અંકુરભાઇ હિરપરા ( ઉ.વ.31 ) અને ટેક્ષ્ટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા તેના પતિ અંકુર મનસુખભાઇ હિરપરા ( ઉ.વ.35. બંને રહે.41, માનસરોવર વિ-૨, સાવલીયા સર્કલ, યોગીચોક, સરથાણા) ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.