તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સુરતમાં રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા માટે કોર્પોરેશનની નવી પોલિસી, પશુમાં રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસ લગાવાશે

સુરતએક મહિનો પહેલા
સુરતમાં રસ્તા પર રખડતા ઢોરની તસવીર
  • રસ્તા પર ઢોર રખડતા હોવાના કારણે અકસ્માત અને ટ્રાફિક જામની સમસ્યા
  • અગાઉ ઢોર માલિકો દ્વારા પ્લાસ્ટિકના ટેગ કાઢી નખાતા પશુની ઓળખ મુશ્કેલ બનતી હતી
  • રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસથી પશુની ગતિવિધિ પર નજર રખાશે

સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેના કારણે રસ્તાઓ પર સતત ટ્રાફિક જામ અને અકસ્માતના બનાવો પણ બનતા હોય છે, એટલું જ નહીં કોર્પોરેશનના ઢોર પાર્ટી દ્વારા પશુ ઉઠાવવા જતી વખતે અનેક વખત પશુપાલકો સાથેના ઘર્ષણના બનાવો સામે આવ્યા છે. પશુપાલકો અને આ બાબતથી અવગત કરી દેવાયા છે. હવે આ ઢોર પર રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસ ફીટ કરવામાં આવશે.

પશુપાલકો દંડથી બચવા ઢોરના પ્લાસ્ટિકના ટેગ કાઢી નાખતા
કોર્પોરેશન દ્વારા પશુઓના કાન ઉપર પ્લાસ્ટિકના ટેગ લગાડવામાં આવ્યા હતા. જેથી કરીને પશુઓની આઇડેન્ટિફિકેશન થઈ શકે. પરંતુ પશુપાલકો દ્વારા પોતાના ઢોરની ઓળખ ન થઈ શકે અને દંડથી બચી શકાય તે માટે એનકેન પ્રકારે પ્લાસ્ટિકના ડિવાઇસીસ કાઢી લેવાતા હતા. પરંતુ હવે રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસ એ પશુના શરીરમાં ફીટ કરવામાં આવે છે જેથી તેને કાઢવું પશુપાલકો માટે મુશ્કેલ બની રહે છે. આ ડિવાઇસથી પશુ અને ગતિવિધિ ઉપર નજર રાખી શકાશે.

રસ્તા પર ઢોરના કારણે અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા
રસ્તા પર ઢોરના કારણે અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા

બીજી વખત ઢોર રખડતા પકડાય તો મોટો દંડ
પશુપાલકો પોતાના ઢોરને રખડતા છોડી દેતા કોર્પોરેશન દ્વારા પહેલી વખત જ્યારે પશું ઝડપાય છે ત્યારે તેને દંડ ફટકારવામાં આવે છે. બીજી વખત એ જ ઢોર પકડાય તો તેને બીજો મોટો દંડ ફટકારવામાં આવે છે. પરંતુ પશુ પહેલી વખત ઝડપાયું કે બીજી વખત તેનું આઇડેન્ટિફિકેશન કરવું મુશ્કેલ બની જતું હતું તેના કારણે હવે આ ડિવાઇસ લગાવવાને કારણે ઢોર અંગેની તમામ માહિતી મળી જશે અને તેને દંડ પણ ફટકારવામાં આવશે.

સુરતમાં 2800 પશુપાલકો નોંધાયેલા છે
કોર્પોરેશનના ઇન્ચાર્જ માર્કેટ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું કે, સુરત શહેરમાં કુલ 2800 પશુપાલકો નોંધાયા છે. જેમાં 2900 પશુઓની નોંધણી કરવામાં આવી છે. પશુમાં રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસ ફિટ કરવામાં આવશે. જેથી કરીને રખડતા ઢોર અંગેની તમામ માહિતી પ્રાપ્ત કરી શકાય છે અને તેની ઓળખ પણ સરળતાથી કરી શકાશે. જો વારંવાર આ ઢોરો રખડતા દેખાશે તો તેને દંડ ફટકારવામાં આવશે. જેની તમામ પ્રકારની જવાબદારી જે તે પશુપાલકની રહેશે.

અન્ય સમાચારો પણ છે...