• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Municipal Corporation Will Start Classes Of Standard Eleven And Twelve, Will Be The First Corporation In The Country To Provide Education From Standard 1 To 12

દેશમાં પ્રથમ:સુરત મહાનગરપાલિકા ધોરણ 11 અને 12ના વર્ગો શરૂ કરશે, ધોરણ 1થી 12 સુધી શિક્ષણ આપતી દેશની પ્રથમ પાલિકા બનશે

સુરત4 મહિનો પહેલા
સુમન સ્કૂલમાં નવા વર્ગો શરૂ કરવામાં આવશે.
  • પહેલા વર્ષે 910 વિદ્યાર્થીઓને અગિયાર કોમર્સમાં પ્રવેશ અપાશે

ધોરણ-10માં માસ પ્રમોશનને કારણે વિદ્યાર્થીઓ અટવાય નહીં જાય તે માટે સુરત મહાનગર પાલિકાએ અગિયાર અને બારના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.પાલિકા સમગ્ર દેશમાં ધોરણ 1થી લઈ 12 સુધી શિક્ષણ આપતી એકમાત્ર મહાપાલિકા બનશે. સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં ભાજપ શાસકોએ ઉચ્ચતર માધ્યમિકના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા વર્ષે 910 વિદ્યાર્થીઓને અગિયાર કોમર્સમાં પ્રવેશ આપવામાં આવશે. ઉચ્ચતર માધ્યમિકના વર્ગોમાં કન્યાઓ પાસેથી એક પણ રૂપિયાની ફી લેવામાં આવશે નહી.

મનપા સંચાલિત ઉચ્ચતર માધ્યમિકના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો
પાલિકા સુમન શાળાઓમાં નવ અને દસમા ધોરણમાં પ્રવેશ આપે છે. હાલમાં ધોરણ દસમા 4487 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રાજ્ય સરકારે ધોરણ દસમા માસ પ્રમોશન જાહેર કરતા આ તમામ વિધાર્થીઓ અગિયારમા ધોરણમાં આવ્યા છે. અગિયારમા ધોરણમાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત નહીં રહે તે માટે ભાજપ શાસકોએ દેશમાં પહેલી વખત મનપા સંચાલિત ઉચ્ચતર માધ્યમિકના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

ઉધના ઝોનમાં બે સુમન સ્કૂલમાં કુલ છ વર્ગ શરૂ કરવામાં આવશે.
ઉધના ઝોનમાં બે સુમન સ્કૂલમાં કુલ છ વર્ગ શરૂ કરવામાં આવશે.

અગિયાર કોમર્સના 14 વર્ગ શરૂ કરાશે
સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે ધોરણ અગિયાર કોમર્સમાં ગુજરાતી માધ્યમના આઠ વર્ગ, મરાઠી માધ્યમના ચાર અને હિન્દી માધ્યમના બે વર્ગ શરૂ કરવામાં આવશે. હાલમાં દસમા ધોરણમાં ગુજરાતી માધ્યમના 1900, મરાઠી માધ્યમના 2100 અને હિન્દી માધ્યમના 500 વિદ્યાર્થીઓ ભણે છે. આ વિદ્યાર્થીઓને ધોરણ અગિયાર કોમર્સમાં પ્રવેશ મળી રહે તે માટે ચાર ઝોનમાં અગિયાર કોમર્સના 14 વર્ગ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. 14 વર્ગ માટે કરારીય ધોરણે 56 શિક્ષકો લેવામાં આવશે. એક વર્ગમાં 65 લેખે પહેલા વર્ષે 910 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે. કન્યાઓને ધોરણ નવથી બાર સુધી સંપૂર્ણપણે વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે.

ઉધના ઝોનમાં હિન્દી અને મરાઠી માધ્યમ શરૂ થશે
અગિયારમાં ધોરણના 14 વર્ગમાં પ્રવેશ માટે આજથી જ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વરાછામાં બે સુમન સ્કૂલમાં ચાર વર્ગ, કતારગામ અને લિંબાયત ઝોનમાં એક એક સુમન સ્કૂલમાં બે બે વર્ગ તથા ઉધના ઝોનમાં બે સુમન સ્કૂલમાં કુલ છ વર્ગ શરૂ કરવામાં આવશે. ઉધના ઝોનમાં હિન્દી અને મરાઠી માધ્યમ શરૂ થશે જ્યારે બાકીના ત્રણ ઝોનમાં ગુજરાતી માધ્યમ શરૂ કરવામાં આવશે. રાંદેર ઝોન, અઠવા ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં હયાત સુમન સ્કૂલમાં નવા વર્ગ માટે હાલ પૂરતી જગ્યા ઉપલબ્ધ નથી.

નવા વર્ગો માટે ચાર ઝોનની સ્કૂલમાં તૈયારી.
નવા વર્ગો માટે ચાર ઝોનની સ્કૂલમાં તૈયારી.

નવા વર્ગો શરૂ કરવા પાછળ વાર્ષિક 70 લાખનો ખર્ચ થશે
પરેશ પટેલે વધુમાં કહ્યું હતું કે અગિયારમા ધોરણના નવા વર્ગો શરૂ કરવા પાછળ વાર્ષિક 70 લાખનો ખર્ચ થશે. આ ખર્ચ ખાનગી કંપનીઓના સીએસઆર ભંડોળમાંથી એકત્ર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે જ એક દાતા તરફથી દસ લાખનો ચેક આપવામાં આવ્યો છે. સિટી લિંક અને ડ્રીમ સિટી કંપનીના સીએસઆર ફંડને આ કામગીરીમાં વપરાશે.

આગામી શૈક્ષણિક વર્ષથી બાર કોમર્સના વર્ગ શરૂ કરાશે
પાલિકા સંચાલિત સુમન સ્કૂલમાં 9700 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નવમા ધોરણમાં 4983 વિધાર્થી ભણે છે. જ્યારે દસમા ધોરણમાં 4762 વિધાર્થીઓ ભણે છે. આ વિધાર્થીઓને ભવિષ્યમાં ઉચ્ચતર માધ્યમિકમાં પ્રવેશ લેવામાં તકલીફ નહીં પડે તે માટે ચાલુ શૈક્ષણિક વર્ષથી અગિયાર કોમર્સ અને આવતા શૈક્ષણિક વર્ષથી બાર કોમર્સના વર્ગ શરૂ કરવામાં આવશે.