કોરોના સુરત LIVE:મહાનગરપાલિકાએ ફરજીયાત રસીકરણની સાથે ટેસ્ટિંગ વધાર્યું, આજે 186 સેન્ટર પર વેક્સિનની કામગીરી

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
તમામ નાગરિકોને રસી મળી રહે તે માટે પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
તમામ નાગરિકોને રસી મળી રહે તે માટે પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.(ફાઈલ તસવીર)
  • શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 32 થઈ

સુરતમાં તહેવારો બાદ કોરોનાને માથું ઊંચકતો રોકવા પાલિકા દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. વેક્સિનેશનની સાથે ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. કોરોના કેસનો આંકડો વધીને 1,43,996 થયો છે. મોલ, મલ્ટીપ્લેકસ, હોટલ-રેસ્ટોરન્ટ સાથે ગેમ ઝોન અને જીમમાં પણ રસી લીધી હોય તેને જ પ્રવેશ આપવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે જાહેર સ્થળો પર પણ વેક્સિન લીધી હોય તેને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બીજા ડોઝ માટે રસીકરણની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. આજે 186 સેન્ટર પર રસીકરણ ચાલી રહ્યું છે.

પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143996 થઈ
શહેરમાં 3 અને જિલ્લામાં 0 કેસ સાથે શહેર જિલ્લામાં ગત રોજ કોરોનાના વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143996 થઈ ગઈ છે. શુક્રવારે શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2116 થયો છે. શુક્રવારે શહેરમાંથી 2 અને જિલ્લામાંથી 0 મળી 2 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141848 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 32 થઈ છે.

રસીકરણ તેજ કામગીરી યથાવત
તહેવારોની રજા પૂર્ણ થતાં જ ફરી રસીકરણ તેજ કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રથમ ડોઝ માટે 31 સેન્ટર પર જ જ્યારે 132 સેન્ટર પર બીજા ડોઝ માટે રસી અપાઈ રહી છે. જ્યારે 8 સેન્ટર પર એપાઈન્ટમેન્ટ લેનારાને રસી અપાઈ રહી છે. 2 સેન્ટર પર વિદેશ જનારા માટે ખાસ વેક્સિન અપાઈ રહી છે. જ્યારે 13 સેન્ટર પર કોવેક્સિન આપવામાં આવી રહી છે. આજે 186 જેટલા સેન્ટર પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.